જોડિયા-ઓખામાં વીજતંત્રની ટુકડીઓ ત્રાટકી: 45.25 લાખની વીજચોરી ઝડપાઇ
47 ટુકડીઓ ત્રાટકી: 83 જોડાણમાંથી વીજચોરી આવી બહાર
જામનગર શહેર ખંભાળિયા તેમજ ભાણવડ પંથકમાંથી વીજ તંત્ર દ્વારા પુન: વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને 41 વિજ ચેકીંગ ટુકડીઓને દોડતી કરાવાઈ હતી. જે ચેકિંગ દરમિયાન બે દિવસમાં એક કરોડ થી વધુની વિજ ચોરી પકડાઈ હતી, દરમિયાન સતત ત્રીજા દિવસે પણ દરોડા પાડી વધુ 45.25 લાખની વિજ ચોરી પકડાય છે, અને ત્રણ દિવસમાં વીજ ચોરીનો આંક દોઢ કરોડની પાર પહોંચ્યો છે. જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ની ચેકિંગ ડ્રાઇવ દ્વારા ગઈકાલે સવારે સતત ત્રિજા દિવસે વિજ ચેકિંગ ચાલુ રખાયું હતું, અને જામનગર જિલ્લાના જોડીયા પંથકમાં તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ અને કલ્યાણપુર પંથકમાં રહ્યું હતું, અને વધુ 45.25 લાખની વિજ ચોરી પકડી લેવામાં આવી છે.
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના મોટા વડાળા, મેઘપર નિકાવા, તેમજ કાલાવડ રૂૂરલ એરિયાના ગામડા ઉપરાંત દ્વારકા સીટી અને ઓખામંડળ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર પ્રાંત કલ્યાણપુરાલ તાલુકાના ભાટિયા સહિતના વિસ્તારોમાં વી ચેકિંગ કરાવ્યું હતુ.કુલ 47 જેટલી વિજ ચેકિંગ ટુકડીને વહેલી સવારથી દોડતી કરવામાં આવી હતી, જેના માટે 1 10 નિવૃત આર્મી મેન, અને 4 લોકલ પોલીસમેંન તેમજ 13 એસઆરપી ના જવાનોને મદદમાં જોડવામાં આવ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન કુલ 467 વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી 83 વિજ જોડાણમાંથી ગેરરીતી મળી આવી છે, અને તેઓને રૂૂપિયા 45.25 લાખના વિજચોરીના પુરવણી બિલો અપાયા છે. વીજ તંત્ર દ્વારા માત્ર 3 દિવસ દરમિયાન દોઢ કરોડથી પણ વધુની વિજ ચોરી ઝડપી લેવામાં આવી છે.