For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઈલેક્ટ્રિસિટી હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના સહારે: સ્માર્ટ મીટર યુગની રાજકોટથી શરૂઆત

04:38 PM Mar 02, 2024 IST | Bhumika
ઈલેક્ટ્રિસિટી હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના સહારે  સ્માર્ટ મીટર યુગની રાજકોટથી શરૂઆત
  • AI આધારિત સ્માર્ટ મીટરમાં વીજળીનો કંટ્રોલ હવે આંગળીના ટેરવે ઉપલબ્ધ
  • PGVCLના MD પ્રીતિ શર્માના બંગલે લાગ્યું રાજકોટનું પહેલું સ્માર્ટ મીટર
  • રિયલ ટાઈમ વપરાશનો ડેટા મળતા એનર્જી સેવિંગ કરી ગ્રાહકોના કરોડો રૂપિયા બચશે
  • ઘરે ઘરે મીટર રીડર મોકલવાની પ્રથા બંધ કરી PGVCLને ફાયદો તો બંધ મકાનના બિલ ફટકારવાનું થશે બંધ

દરેક ક્ષેત્રમાં આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો પગ પેશારો થઈ રહ્યો છે ત્યારે ઈલેકટ્રીસીટી પણ એઆઈ આધારિત બની જશે. આવા જ ફયુચરીસ્ટીક પ્રોજેકટની ગઈકાલે રાજકોટથી શરૂઆત થઈ હતી. રાજકોટમાં PGVCLદ્વારા મેનેજિંગ ડિરેક્ટરના બંગલોમાં સ્માર્ટ પ્રી-પેઇડ વીજ મીટર આજે લગાવવામાં આવ્યું હતું. મોબાઇલ એપ્લિકેશનથી ઓપરેટેડ આ વીજ મીટરથી ગ્રાહકોને ખૂબ ફાયદો થશે. મોબાઈલ એપ્લિકેશનથી ગ્રાહકો વીજ મીટર ઓન અને ઓફ કરી શકશે. તો દૈનિક વીજળીનો વપરાશ ગ્રાહક જોઈ શકશે અને તેના આધારે ઊર્જાની બચત કરી શકશે. સ્માર્ટ પ્રીપેઈડ મીટર લાગતા ગ્રાહકો ઈચ્છે ત્યારે બીલ ભરી શકશે. એટલે કે, દર 2 મહિને બીલ નહીં આવે અને ઓનલાઇન વીજ બીલ ભરી શકાશે. આ સાથે જ મીટરમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોય તો તેની ફરિયાદ પણ મોબાઇલ એપ્લિકેશનની મદદથી થઈ શકશે. પ્રથમ તબક્કામાં 23 લાખ બાદ બીજા તબક્કામાં 32 લાખ સ્માર્ટ પ્રી-પેઇડ મીટર લગાવવાનું ઙૠટઈકનું આયોજન છે. ઙૠટઈકના જોઇન્ટ મેનેજિંગ ડાયરેક્ટર પ્રીતિ શર્માએ જણાવ્યું હતું કે, રાજકોટમાં પ્રથમ વખત કોઈ રેસિડેન્ટમાં PGVCLદ્વારા સ્માર્ટ પ્રી-પેઇડ મીટર લગાવવામાં આવ્યું છે. સેક્ધડ જનરેશન ઇલેક્ટ્રિસિટી રિફોર્મ્સના ભાગરૂૂપે સ્માર્ટ પ્રી-પેઇડ મીટરનો ડેમો કરવામાં આવ્યો હતો. જે ગ્રાહકોને ઉર્જાની કાર્યક્ષમતા, ઉર્જા બચત અને ઉર્જા સંરક્ષણ માટે મદદરૂૂપ બનશે. AI ટેકનોલોજી સાથેનું આ સ્માર્ટ મીટર લોકોને મોબાઈલની એક ક્લિક પર સ્માર્ટ પ્રી-પેઇડ મીટર ઓન અને ઓફ કરવાની સુવિધા પ્રદાન કરે છે. લોકોએ ઉર્જા વપરાશ કઈ રીતે કરવો તેની સુવિધા પણ મળશે. એટલે કે, લોકો પોતાના મોબાઇલ પરની એપ્લિકેશન મારફતે જોઈ શકશે કે કયા દિવસે કેટલી વીજળીનો વપરાશ થયો. આ સાથે જ લોકો જ્યારે બહારગામ જાય ત્યારે ઘરના કોઈપણ ઈલેક્ટ્રીક સાધનો બંધ કરતા ભૂલી ગયા હોય તો તેઓ મોબાઇલની મદદથી સ્માર્ટ મીટર બંધ કરી વીજળીનો વેડફાટ અટકાવી શકશે.

Advertisement

આગામી સમયમાં યોર ફ્રેન્ડ ટુ સ્માર્ટ મીટર એ પ્રકારથી વ્હોટ્સ એપ નંબરની સાથે ફેસબુક મારફત સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. અત્યાર સુધી પોસ્ટ પેઇડ મીટરમાં વીજ વપરાશ કેટલો થયો તેટલો જ ખ્યાલ લોકોને આવતો હતો. આ સિવાયની કોઈપણ પ્રકારની માહિતી આ મીટર મારફત મળતી ન હતી. ત્યારે આ સ્માર્ટ મીટર લાગતા દૈનિક કેટલાં રૂૂપિયાની કેટલાં યુનિટ વીજળીનો વપરાશ થયો તેની માહિતીની સાથે દર 2 મહિને નહીં પણ તમારી પાસે જ્યારે નાણાં હોય ત્યારે તેટલા દિવસની વીજળીનું બીલ ઓનલાઇન ભરી શકો છો. એટલે કે, આ સ્માર્ટ મીટરની સુવિધા દાખલ થયા બાદ વીજળીનું બીલ આપવા માટે વીજ વિભાગનાં અધિકારીઓ લોકોના ઘરે નહીં જાય અને લોકોને પણ તમામ પ્રકારની સુવિધા ઘર બેઠા જ મળી રહેશે. રીમોટ કંટ્રોલની જેમ મોબાઈલ એપ્લિકેશનની મદદથી સ્માર્ટ પ્રી-પેઇડ મીટરને કંટ્રોલ કરી શકાશે. કોઇના મીટરમાં કોઈ ખામી આવશે, તો તે ગ્રાહક તેમજ વીજ વિભાગને ખ્યાલ આવી જશે. PGVCLદ્વારા તબક્કાવાર સ્માર્ટ મીટર લગાવવાના આવશે. જેમાં માર્ચ માસમાં 23 લાખ સ્માર્ટ મીટર લગાવાશે. દરમિયાન હાલ મેનેજિંગ ડાયરેક્ટરના બંગલો પર પ્રથમ સ્માર્ટ પ્રી-પેઇડ મીટર લગાવવાના આવ્યુ છે. આ સાથે જ ઙૠટઈકના 10 કર્મચારીઓના ઘર પર આ મીટર લગાવવામાં આવ્યું છે. હવે સિક્કામાં 900 મીટર લગાવાશે. પાઈલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ બીજા તબક્કામાં 32 લાખ મીટર લગાવવામાં આવશે. સ્માર્ટ પ્રી-પેઇડ મીટર લગાવવા માટે ગ્રાહકોએ કોઈ અરજી કરવાની નથી. વીજ વિભાગની ટીમ ઘરો પર જશે અને સ્માર્ટ મીટર લગાવશે. જેનો કોઈ જ ચાર્જ લેવામાં આવશે નહીં.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement