ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ફોલ્ટ સેન્ટરના ખાનગીકરણ સામે વીજ કર્મચારીઓએ મોરચો માંડ્યો

05:55 PM Jul 15, 2025 IST | Bhumika
Advertisement

નિર્ણય મોકૂફ રાખવા નિગમમાં રજૂઆત: નિર્ણય મોકૂફ નહીં રખાય તો આંદોલનની ચિમકી ઉચ્ચારતું ગુજરાત વિદ્યુત ટેક્નિકલ કર્મચારી મંડળ

Advertisement

રાજયની વીજ કંપનીની પ્રતિષ્ઠામાં ઉતરોતર વધારો થાય તે માટે ટેકનીકલ કર્મચારીઓ રાત દિવસ જોયા વિના જીવનાં જોખમે ફરજ બજાવી રહ્યા છે. અને ટાઢ, તાપ, વરસાદની પરવા કર્યા ગુજરાત ની જાહેર જનતાને કોઈ અગવડ ન પડે તે માટે પ્રસંશનીય કામગીરી કરી રહ્યા છે. કુદરતી હોનારત ભુકંપ હોય કે વાવાઝોડું હોય દરેક વિષમ પરિસ્થિતિનો સામનો કરીને વિજ પુરવઠો યથાવત જળવાઈ રહે તે માટે ટેકનીકલ કર્મચારીઓ પોતાના પરિવારની ચિંતા કર્યા વિના 24 કલાક ખડેપગે રહીને કામગીરી કરેલ છે.

આજે ભારતમાં આપણી કંપની અ રેટિંગ સાથે મોખરે હોય જેમાં ટેકનીકલ કર્મચારીઓની કામગીરીનો સિંહફાળો છે. ત્યારે આવી પ્રસંશનીય કામગીરી હોવાછતાં ફોલ્ટ સેન્ટર નું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. જે ટેકનીકલ કર્મચારીઓની જીવનાં જોખમે કરેલ કામગીરી માટે ક્રુર મજાક સમાન છે. ત્યારે આપને નમ્ર વિનંતી કે અમારી નીચે મુજબની રજૂઆતોને ઘ્યાનમાં રાખીને આ નિર્ણય મૌકુફ રાખવા માટે યોગ્ય નિર્ણય લેવા વિનંતી.

હાલમાં એમજીવીસીએલ કંપનીમાં FRT ચાલી રહી છે. તેમાં એજન્સી દ્વારા ખાનગી કર્મચારીઓની ભરતી કરવામાં આવેલ છે. તેઓ લાઇનકામ નાં અનુભવી અને લાઇન નેટવર્ક નાં જાણકાર નથી. તેમજ બિન તાંત્રિક અને કોઇપણ પ્રકારની લાયકાત ધરાવતા નથી. જેનાં કારણે ત્યાં માત્ર થોડાક જ સમયમાં આ એજન્સી નાં ઘણા કર્મચારીઓનાં જીવલેણ અને શારીરિક ઇજાઓ વાળાં અસંખ્ય અકસ્માત થયેલ છે. આમ, આ ફોલ્ટ સેન્ટર થી માનવજીવન જોખમાશે. કારણ કે આપણાં,નિપુણ અને ટ્રેનિંગ ધરાવતા કર્મચારીઓની પર નાની અમથી ચુકથી અકસ્માત થાય છે. ત્યારે આ ખાનગી કર્મચારીઓ કોઇપણ જાતની લાયકાત અને ટ્રેનિંગ ઘરાવતા ન હોય અને સીધું નેટવર્ક ની કામગીરી આપવામાં આવશે તો અકસ્માતોની સંખ્યા વધી જશે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

ગુજરાત વિદ્યુત બોર્ડનું વિલિનીકરણ કરીને કંપનીકરણ કરવામાં આવેલ ત્યારે સરકારશ્રી, કંપની અને ગુજરાત વિદ્યુત ટેકનીકલ કર્મચારી મંડળ અને અમારાં સાથી યુનિયન સાથે ત્રિ- પક્ષીય એગ્રીમેન્ટની શરત મુજબ આ કંપનીનું ખાનગીકરણ કરવામાં આવશે નહીં. જેનો આ ફોલ્ટ સેન્ટર નાં ખાનગીકરણ નાં નિર્ણયથી સ્પષ્ટ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. અને માન્યતા પ્રાપ્ત યુનિયનો સાથે કોઇપણ પ્રકારની સ્પષ્ટતા કર્યાં વિના આ ખાનગીકરણ નો એકપક્ષીય નિર્ણય લેવામાં આવેલ છે. જે તમામ વિજ કર્મચારીઓ-અઘિકારીઓ ને અન્યાયકર્તા છે. કારણ કે અકસ્માતો અને માનવ મૃત્યુ ની સંખ્યા વઘશે.

એફઆરટીની ખાનગી એજન્સી તેમનાં કર્મચારીઓને સમયે પગાર આપતી નથી. જેથી આ કર્મચારીઓ કોઇપણ પ્રકારની માહિતી આપ્યાં વિના હડતાળ પર ઉતરી જાય છે. એમજીવીસીએલ માં આવાં ઘણીવાર કિસ્સા બનેલ છે. અને ડીજીવીસીએલમાં એફઆરટી કાર્યરત થયાં ને થોડાંક જ સમયમાં આ મુદ્દે હડતાલ કરવામાં આવી છે. જેનાથી બંને કંપનીઓની છબી ખરડાયેલ છે.

હાલમાં વિજમાંગ માં સતત વધારો અને જીએસઓ-4 મુજબ સ્ટાફની અછત હોવાછતાં આપણી કંપની સમગ્ર દેશમાં અવ્વલ નંબરે છે. જો દરેક સબડીવીઝનમાં આ એફઆરટીની એજન્સીને આપવામાં આવતી રકમની જગ્યાએ જીએસઓ-4 મુજબ ઘટતો સ્ટાફ અને આધુનિક સાઘનો આપવામાં આવે તો પણ આપણી કંપની સૌથી સારી અને ઝડપી સુવિધા પુરી પાડવા માટે સક્ષમ છે. એફઆરટીની એજન્સી જો આપણી કંપનીમાં આવશે તો કંપનીને પણ આર્થિક નુકસાની થશે અને કંપનીની સ્વચ્છ છબી પણ ખરડાશે. ઉપરોક્ત હકીકત વિશે ગંભીરતાથી નિર્ણય લઈને એફઆરટીનો નિર્ણય મૌકુફ રાખવા તેમજ આ ખાનગી એજન્સીની કામગીરીથી કંપનીનાં કાયમી અઘિકારીઓ કર્મચારીઓને નુકસાન પહોંચશે તો તેવા સમયે આ એજન્સી સામે અસહકારનું આંદોલન કરવાની નાછુટકે ફરજ પડશે. જેની તમામ જવાબદારી વહીવટીતંત્રની રહેશે. તેવી ચિમકી ગુજરાત વિદ્યુત ટેકનીકલ કર્મચારી મંડળ દ્વારા નિગમને કરેલી રજુઆતમાં ઉચ્ચારી છે.

Tags :
Electricity employeesgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement