For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેરાવળ પંથકમાં વીજ ચેકિંગ: રૂા.21.36 લાખનો દંડ ફટકારાયો

01:10 PM Dec 09, 2025 IST | Bhumika
વેરાવળ પંથકમાં વીજ ચેકિંગ  રૂા 21 36 લાખનો દંડ ફટકારાયો

ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ સહિતના તાલુકા - ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલ દ્વારા વહેલી સવારથી મેગા વીજ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢ સર્કલ હેઠળના વેરાવળ ડિવિઝન તથા સબ ડિવિઝન સહીત ના ગ્રામ્ય વિસ્તારોમાં આ ખાસ કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરાયું હતું.

Advertisement

આ ડ્રાઇવ માટે અંદાજે 50 ટીમો બનાવવામાં આવી હતી, જેમાં પીજીવીસીએલના અધિકારીઓ સાથે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત હતા. વહેલી સવારથી જ થોરડી, સિંગસર, લોઢવા, બળવેલા, લાટી, કદવાર, ડારી, છાત્રોડા અને નવાપરા સહિતના ગામોમાં ચેકિંગ ટીમો એ કાર્યવાહી કરી હતી. વહેલી સવારથી બપોર સુધીમાં કુલ 258 વાણિજ્યિક અને રહેણાંક વીજ જોડાણની તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં 87 વીજ જોડાણોમાં ગેરરીતિ અને વીજ ચોરી ઝડપાઈ હતી. વીજ તંત્ર દ્વારા વીજ ચોરી કરનારા ગ્રાહકોને કુલ રૂૂ.21.36 લાખનું દંડ બિલ ફટકારવામાં આવ્યો હોવાનું જણાવેલ છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement