જિલ્લામાં સતત પાંચમા દિવસે વીજચેકિંગ: રૂા.36.25 લાખની ચોરી ઝડપાઇ
પીજીવીસીએલની 44 ટુકડીઓ કાલાવડ, ઓખા મંડળ, જામનગરામાં ત્રાટકી
જામનગર શહેર - જિલ્લા સહિત હાલાર પંથક મા ગત સોમવાર થી વીજ તંત્ર દ્વારા વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે ગઈકાલે પાંચમા દિવસે પણ ચાલુ રહી હતી, અને હાલાર માં 44 વિજ ચેકીંગ ટુકડીઓ ને દોડતી કરાવાઇ હતી.જેના દ્વારા વધુ કુલ રુ. 36. 25 લાખ ની પાવાર ચોરી ઝડપી લેવામાં આવી હતી.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ની ચેકિંગ ડ્રાઇવ દ્વારા સોમવારે જામનગર શહેર ના જુદા જુદા વિસ્તારમાં 26 જેટલી વિજચેકિંગ ટુકડી ને મેદાનમાં ઉતારવામાં આવી હતી,અને રુ.23.10 લાખ નાં વીજ પુરવણી બિલ આપવામાં આવ્યા હતા.
મંગળવારે પણ વીજ ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને રૂૂપિયા 25.65 લાખ ના વીજ પુરવણી બિલ આપવામાં આવ્યા હતા. જ્યારે ત્રીજા દિવસે વીજ ચેકિગ માં કુલ રુ. 56.25 લાખ નાં વીજ પૂરવણી બિલ આપવામાં આવ્યા હતા. તેમજ ગુરુવારે સતત ચોથા દિવસે પણ વીજ ચેકીંગ કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી. અને વધુ 57 લાખની પકડી લેવાઇ હતી.
દરમિયાન ગઈકાલે વધુ 44 ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર શહેરના નાગનાથ ગઈટ, મેઘવારવાસ, નાગેશ્વર, ભારતવાસ અને સુભાષ બ્રિજ આસપાસ ના વિસ્તાર ઉપરાંત કાલાવડ તાલુકાના જામવાડી,મૂળીલા, ખીજડીયા સહિતના ગામોમાં ચેકિંગ કરાયું હતું.ઉપરાંત દ્વારકા પંથકના શીવરાજપુર, હમુસર, વેરાવળ, શામળાસર સહિતના ઓખા મંડળ ના ગ્રામ્ય વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું. અને કુલ 537 વીજ જોડાણ તપાસવામાં આવ્યા હતા. જેમાંથી 88 વીજ જોડાણ મા ગેર રિતી જોવા મળી હતી. આવા આસામીઓને રૂૂપિયા 36 લાખ 25 હજાર નાં વીજ પુરવણી બિલ આપવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં 21 લોકલ પોલીસ અને 17 એસઆરપી જવાનો ની મદદ લેવામાં આવી હતી.