હાલારમાં સતત પાંચમા દિવસે વીજચેકિંગ: રૂા. 27.15 લાખની વિજચોરી ઝડપાઈ
- કુલ વિજચોરીનો આંક બે કરોડ નજીક પહોંચ્યો
જામનગર પીજીવીસીએલ ની વર્તુળ કચેરી દ્વારા ગત સોમવાર થી હાલાર ના બન્ને જિલ્લાઓ માં વિજ ચેકિંગ શરૂૂ કરવામાં આવ્યું છે, જેમાં આજે પાંચમા દિવસે રૂૂ.27.15 લાખ ની વીજ ચોરી ઝડપાઈ હતી. આમ પાંચ દિવસ મા કુલ રૂૂ.199.13 લાખ ની વીજ ચોરી ઝડપાઈ હતી. અને વીજ ચોરીનો આંક બે કરોડ નજીક પહોંચ્યો છે.જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા ગત સોમવાર થી વીજ ચેકિંગ કામગીરી શરૂૂ કરવામાં આવી હતી, આજે પાંચમા દિવસે 55 જેટલી ચેકિંગ ટુકડી ને દોડતી કરાવાઈ હતી. જેમા જામનગર કાલાવડ તાલુકા નાં ખરેડી,. ખંઢેરા, મેડી, જગા, નવાગામ, મોટી વાવડી, નીકાવા , બેડીયા, કાલાવડ માં વિજ ચેકીંગ ટુકડીને ઉતારવામાં આવી હતી, અને આજે સમગ્ર દિવસ દરમિયાન 557 વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા, જે પૈકી 80 વિજ જોડાણ માં વિજ ચોરી થતી હોવાનું માલુમ પડયું હતું, અને તેઓને 27.15 લાખ ના પુરવણી બિલો ફટકારવા માં આવ્યા છે. આમ સતત પાંચ દિવસ મા કુલ રૂૂ. 199.13 લાખ ની વીજ ચોરી ઝડપી લેવામાં આવી છે.