વિસાવદરના ચાપરડા નજીક વીજકર્મચારીનું થાંભલા પર જમ્પર રીપેર કરતાં મોત: ભૂલ કોની?
ગત તારીખ 6 જાન્યુઆરીના વિસાવદરના ચાપરડા નજીક પીજી વીસીએલના કર્મચારીનું થાંભલા પર જ વીજશોક લાગવાથી મોત થયાની ઘટના બની હતી. બીજી એસીએલ વિભાગને નાની મોણપરી ખાતે ખેતીવાડી ફીડરમાં જમ્પર ગયાની ફરિયાદ મળી હતી. જેને લઇ હરેશ મુછાર અને પીજીવીસીએલના અન્ય કર્મીઓ ફોલ્ટ રિપેર કરવા સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં ફોલ્ટ રીપેર કરતા વીજ થાંભલા પર જ રિટર્ન પાવર આવતા વીજકર્મીનું થયું હતું.
આ સમગ્ર મામલે પીજીવી સીએલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને જે કોઈ કસૂરવાર જણાશે તેના પર કાયદેસરની કાર્યવાહી કરવા પીજીવીસીએલના અધિકારીએ જણાવ્યું છે. ત્યારે હાલ તો વીજકર્મી હરેશ મૂછાળનું વીજ શોક લાગતા ફરજ દરમિયાન જ મોત થતાં પરિવાર પર આભ ફાટ્યું છે.
જૂનાગઢ પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર એસ.એચ રાઠોડે જણાવ્યું હતું કે, ગત તારીખ 6 જાન્યુઆરીના સવારના 10:00 વાગ્યા આસપાસ પીજીવીસીએલ કર્મચારીનુ વીજ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જેમાં પીજીવીસીએલ વિભાગમાં ફરજ બજાવતા હરેશ મુછાળનું વીજ શોક લાગતા ફરજ દરમિયાન મૃત્યુ થયું હતું. નાની મોણપરી ખાતે ખેતીવાડી ફીડરમાં જમ્પર ગયાની ફરિયાદ મળી હતી. જેને લઇ હરેશ મૂછાર તેમજ તેમના સહકર્મીઓ ખંભાળિયા સબ સ્ટેશનમાંથી નીકળતા ફીડરની એલસી લીધેલી હતી અને આ ફીડરની ક્રોસ બાઉન્ડ્રી સ્વીચ પણ કાપવામાં આવી હતી. અને જે જગ્યા પર જમ્પર ગયું હતું, ત્યાં રોડ બાજુનું જમ્પર રિપેર પણ કરી નાખવામાં આવ્યું હતું.
ત્યારબાદ મેઈન જમ્પર રિપેરિંગ કરવા જતા આ ફીડરમાં રિટર્ન પાવર આવતાં ફરજ પરના કર્મચારીને શોક લાગતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જે મામલે હાલ તપાસ શરૂૂ છે, કોઈ અજાણ્યા ઇસમ દ્વારા અન્ય ફીડરનો પાવર આ ફીડરમાં ચઢાવવામાં આવ્યો હોય તેવું જાણવા મળ્યું છે. આ મામલે જે કોઈ જવાબદાર હશે તેના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.