ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

આચાર્ય સંઘના હોદ્દેદારોની નિમણૂક માટે તા.23 જાન્યુઆરીએ ચૂંટણી

12:17 PM Dec 24, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

અમદાવાદ આચાર્ય સંઘના હોદ્દેદારોની મુદ્દત પૂર્ણ થયા બાદ નવા હોદ્દેદારોની નિમણૂક માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આચાર્ય સંઘના અધ્યક્ષ તથા પ્રમુખ સહિત કુલ 35 હોદ્દેદારોની નિમણૂક માટે 23 જાન્યુઆરીએ ચૂંટણી યોજાશે. આ માટે 30 ડિસેમ્બરથી ફોર્મનું વિતરણ શરૂૂ કરાશે અને 6 જાન્યુઆરીના રોજ ફોર્મની ચકાસણી થશે. 13 જાન્યુઆરીએ ફોર્મ પરત ખેંચવાની મુદ્દત છે અને ત્યારબાદ 10 દિવસ પછી 23મીએ ચૂંટણી યોજાશે.

Advertisement

અમદાવાદ આચાર્ય સંઘની તાજેતરમાં કારોબારી બેઠક મળી હતી. જેમાં આચાર્ય સંઘના આગામી સત્ર એટલે કે, 1 જાન્યુઆરી, 2025થી 31 ડિસેમ્બર, 2027ના સત્ર માટે હોદ્દેદારોની નિમણૂક કરવા માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચૂંટણી અધિકારી તરીકે જયેશ ઠક્કર નિમાયા છે. અમદાવાદ શહેર આચાર્ય સંઘની ચૂંટણીમાં 1 અધ્યક્ષ, 1 પ્રમુખ, 5 ઉપપ્રમુખ, 1 મહિલા ઉપપ્રમુખ, 1 મહામંત્રી, 5 મંત્રી, 1 મહિલા મંત્રી, 5 સંગઠન મંત્રી, 1 મહિલા સંગઠન મંત્રી, 1 ખજાનચી, 1 સંયોજક અને 12 કારોબારી સભ્યોની પસંદગી થશે. આચાર્ય સંઘની ચૂંટણી માટે 30 અને 31 ડિસેમ્બરે ઉમેદવારીપત્રોનું વિતરણ કરાશે. 3 અને 4 જાન્યુઆરીએ ફોર્મ જમા કરાવવાના રહેશે. 6 જાન્યુઆરીએ ફોર્મ ચકાસણી થશે. 13 જાન્યુઆરીએ ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે. 23 જાન્યુઆરીએ બપોરે 2થી સાંજે 5 દરમિયાન ચૂંટણી યોજાશે.

Tags :
Acharya Sanghelectionsgujaratgujarat news
Advertisement
Advertisement