For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શિક્ષણ બોર્ડની નવ બેઠકની 24 સપ્ટેમ્બરે ચૂંટણી, દાવેદારો સક્રિય

04:56 PM Aug 21, 2024 IST | admin
શિક્ષણ બોર્ડની નવ બેઠકની 24 સપ્ટેમ્બરે ચૂંટણી  દાવેદારો સક્રિય

ડો.પ્રિયવદન કોરાટ, નિદત બારોટ, જયેશ દુધાત્રા, નિલેશ સોનારા સહિતના નામો ચર્ચામાં

Advertisement

શિક્ષણ બોર્ડ - ગાંધીનગરની 9 બેઠકની સામાન્ય ચૂંટણી તારીખ 24-09-2024ને મંગળવારના રોજ યોજાનાર હોય જુદા જુદા શૈક્ષણિક સંઘો તેમના ઉમેદવારોની પસંદગી માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકો 31 ઓગસ્ટ સુધીમાં ગાંધીનગર ખાતે યોજી રહ્યા છે. ઉમેદવારી પત્રો તારીખ 20 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી ભરવાની મુદત હોય. પરંતુ જે તે સંવર્ગના પાર્લામેન્ટરી બોર્ડ તેના સત્તાવાર ઉમેદવાર જાહેર ન કરે ત્યાં સુધી મોટાભાગે ટિકિટના દાવેદાર ઉમેદવારો ઉમેદવારી છેલ્લા દિવસે 2 સપ્ટેમ્બરના રોજ કરે તેવી સંભાવના છે.

અગાઉના વર્ષોમાં 26 બેઠકની ચૂંટણી દર 3 વર્ષે યોજવામાં આવતી હતી. ગત ચૂંટણી સપ્ટેમ્બર - 2021માં યોજવામાં આવી તે પૂર્વે ધારાસભામાં ખરડો લાવી સરકારે બેઠકો ઘટાડી 9 બેઠક કરેલ હોય જેનો મત વિસ્તાર સમગ્ર ગુજરાત રાજ્ય છે. બેઠક મુજબ જોઈએ તો શાળાના આચાર્ય, ઉ. બુ. શાળાના આચાર્ય અને શિક્ષક, માધ્યમિક શિક્ષક, બી.એડ. કોલેજના પ્રિન્સિપાલ, વહીવટી કર્મચારી, ઉચ્ચતર શિક્ષક, સરકારી શિક્ષક, શાળા સંચાલક અને વાલી મળી 9 બેઠકોના 74242 મતદારો છે.

Advertisement

સૌરાષ્ટ્રના સંભવિત ઉમેદવારો જોઈએ તો સંચાલક મંડળમાં ડો. પ્રિયવદન કોરાટ - જેતપુર, ઉચ્ચતર શિક્ષકમાં તુલસીભાઈ મકવાણા-અમરેલી, માધ્યમિક શિક્ષકમાં નિલેશ સોનારા - જુનાગઢ, વહીવટી કર્મચારીમાં જયેશ દુધાત્રા - રાજકોટ શહેર. બી.એડ. પ્રિન્સિપાલમાં ડો. નિદત બારોટ - રાજકોટ, સરકારી શિક્ષક વિજય ખટાણા - ભાવનગર સંભવિત ઉમેદવારો છે,

અત્યારથી જ ગુજરાતના શિક્ષણ જગતમાં ચૂંટણીનો જોરદાર માહોલ જોવા મળે છે, આ ચૂંટણીમાં ફોર્મ ચકાસણી કરી આખરી ઉમેદવારોની યાદી તા. 10-09ના રોજ પ્રસિદ્ધ થવાની હોય, ત્યારબાદ ચૂંટણી જંગ પરાકાષ્ઠાએ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે જેતપુરના ડો. પ્રિયવદન કોરાટ 5 ટર્મથી બોર્ડના સભ્ય છે, જ્યારે ડો. નિદત બારોટ બી.એડ. પ્રિન્સિપાલમાં 2 ટર્મથી સીટિંગ મેમ્બર છે. બોર્ડમાં હાલ 9 ચૂંટાયેલા સભ્યો, 4 સરકાર નિયુક્ત જેમાં 1 સભ્ય રાજ્યની કોઈપણ યુનિવર્સિટીના એકેડમિક કાઉન્સીલના સભ્ય હોવા જોઈએ, જ્યારે 2 ધારાસભ્યો, 9 ક્લાસ વન અધિકારી મળી કુલ 24 સભ્યોનું બોર્ડ છે, અગાઉ 60 સભ્યોનું બોર્ડ હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement