For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દ્વારકા જિલ્લાની 3 નગરપાલિકાઓના હોદ્દેદારોની વરણી

11:59 AM Mar 06, 2025 IST | Bhumika
દ્વારકા જિલ્લાની 3 નગરપાલિકાઓના હોદ્દેદારોની વરણી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં યોજાઈ ગયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં દ્વારકા, સલાયા તેમજ ભાણવડમાં એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન અને મતગણતરીની પ્રક્રિયા સંપન્ન થઈ હતી. જેમાં દ્વારકા અને ભાણવડમાં ભાજપની નોંધપાત્ર જીત જ્યારે સલાયામાં કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો હતો.

Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા, સલાયા અને ભાણવડના નવા સુકાનીઓની વરણી માટે ગઈકાલે બુધવારે સ્થાનિક કચેરીઓમાં યોજાઈ ગયેલી બેઠકમાં પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેનની નિયુક્તિ કરવામાં આવી હતી.
દ્વારકા નગરપાલિકાની તમામ સીટો કબજે કરી અને ભાજપના તમામ સભ્યો ચૂંટાયા છે, તે દ્વારકા નગરપાલિકામાં પ્રમુખ તરીકે કોમલબેન પ્રકાશભાઈ ડાભી, ઉપપ્રમુખ તરીકે વિજયભાઈ કરજણભા માણેક અને કારોબારી ચેરમેન તરીકે પરેશભાઈ જાખરીયાની વરણી કરવામાં આવી છે.

ખંભાળિયા તાલુકાની સલાયા નગરપાલિકા કે જે તાજેતરની ચૂંટણીમાં રાજ્યની એકમાત્ર કોંગ્રેસની વિજેતા નગરપાલિકા બની રહી છે. જેના પ્રમુખ-ઉપપ્રમુખ તરીકેની ચૂંટણી બુધવારે અહીંના પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં પ્રમુખ તરીકે જુલેખાબેન અબ્બાસ ભાયા તેમજ ઉપપ્રમુખ તરીકે સાલેમામદ જુસબ ભગાડની વરણી કરવામાં આવી છે.

Advertisement

આ સાથે ભાજપની સ્પષ્ટ બહુમતી ધરાવતી ભાણવડ નગરપાલિકાના પ્રમુખ તરીકે પ્રિયેશભાઈ ઉનડકટ, ઉપપ્રમુખ તરીકે જીજ્ઞાબેન જોષી અને કારોબારી ચેરમેન તરીકે ચેતનભાઈ રાઠોડની વરણી કરવામાં આવી છે.નવનિયુક્ત હોદ્દેદારોને સૌ કોઈએ આવકારીને શુભેચ્છાઓ પાઠવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement