આરાધના સોસાયટીમાં બીમારીથી કંટાળી વૃધ્ધાનો એસીડ પી આપઘાત
મોરબી રોડ પર આરાધના સોસાયટીમાં રહેતા 70 વર્ષના વૃધ્ધાએ એસિડ લેતા તેને સારવાર માટે એઇમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતાં. જયાં સારવાર દરમિયાન વૃધ્ધાનું મોત થયું હતું. વૃધ્ધાને ડાયાબીટીશ, હૃદય સહિતની બીમારી હોય તેનાથી કંટાળી જઇ આ પગલું ભરી લીધુ હોવાનું જાણવા મળ્યું છે. જાણવા મળતી વિગતો મુજબ, મોરબી રોડ પર સેટેલાઇટ ચોક પાસે રહેતા લક્ષ્મીબેન રામજીભાઇ કટારીયા(ઉ.વ 70) નામના વૃધ્ધાએ ગઇકાલે બપોરના સમયે ઘરે ટોઇલેટ સાફ કરવાનું એસિડ પી જતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
અહીં સારવાર દરમિયાન વૃધ્ધાએ દમ તોડી દીધો હતો.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ એસ.એન.શ્યોરાએ અહીં પહોંચી જરૂૂરી કાર્યવાહી કરી હતી.વૃધ્ધાને સંતાનમાં એક પુત્ર અને પાંચ પુત્રી છે. વૃધ્ધાને હૃદય, ડાયાબીટીશ સહિતની બીમારી હોય તેનાથી કંટાળી જઇ આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.