જેતપુરમાં વૃધ્ધાએ ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ
12:37 PM Oct 07, 2025 IST | Bhumika
જેતપુરમાં ડેરીની ધાર વિસ્તારમાં આવાસ યોજના સોસાયટીમાં રહેતા વૃધ્ધાએ કોઇ અગમ્ય કારણસર એસીડ પી લીધું હતું. વૃધ્ધાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડાયા હતા.
Advertisement
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જેતપુરમાં ડેરીની ધાર વિસ્તારમાં આવેલ આવાસ યોજના સોસાયટીમાં રહેતા શાંતાબેન ગોપાલભાઇ પરમાર નામના 70 વર્ષના વૃધ્ધા પોતાના ઘરે હતા ત્યારે કોઇ અગમ્ય કારણસર એસિડ પી લીધુ હતું. વૃધ્ધાને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે જેતપુર અને જુનાગઢ બાદ રાજકોટ સિવિલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.
મેંદરડાના અબાંડા ગામે રહેતી હાર્દીકાબેન મનસુખભાઇ ડાભી નામની 21 વર્ષની યુવતી પોતાના ઘરે હતી ત્યારે એસિડ પી લીધુ હતું. યુવતીને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement
Advertisement