મોરબીના લાલપર પાસે ક્ધટેનર અડફેટે ટ્રકચાલક વૃધ્ધનું મોત
મોરબીમાં રહેતાં વૃધ્ધ પેટલાદથી ટ્રકમાં લાકડા ભરી મોરબી આવતા હતાં ત્યારે લાલપર પાસે ટ્રક ક્ધટેનર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા ટ્રક ચાલક વૃધ્ધે સારવારમાં દમ તોડતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોરબીમાં વિસીપરા વિસ્તારમાં રહેતાં ગોરધનભાઈ કરમશીભાઈ મકવાણા (ઉ.65) બે દિવસ પૂર્વે રાત્રીના સમયે પેટલાદથી ટ્રકમાં લાકડા ભરી મોરબી આવતા હતાં ત્યારે લાલપર પાસે પહોંચતાં ટ્રક ક્ધટેનર સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલક ગોરધનભાઈ મકવાણને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
બીજા બનાવમાં દેવભૂમિ દ્વારકાના વસઈ ગામે રહેતાં ડુગરભા બાવાભા માણેક (ઉ.30) નામનો યુવાન દોઢ માસ પૂર્વે પોતાનું બાઈક લઈને મુળવાસર ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક રસ્તામાં આખલો આવતાં યુવકે ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં બાઈક સ્લીપ થયું હતું. બાઈક અકસ્માતમાં ઘવાયેલા યુવાન સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલના બીછાને દમ તોડતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.