ઢેબર કોલોનીના વૃદ્ધાએ પોરબંદર જતી ચાલુ ટ્રેનમાંથી કૂદકો મારતા ઇજાગ્રસ્ત
ટ્રેઇનના બીજા કોચના વ્હીલમાં સ્પાર્ક થતા બીકના માર્યા કૂદાવ્યું
રાજકોટથી પોરબંદર આવતી ટ્રેઈનમાં મુસાફરી કરતા એક મહિલાએ ચાલુ ટ્રેઈનમાં કુદકો મારતા ઇજાગ્રસ્ત બન્યા હતા.ઇજાગ્રસ્ત બનેલ મહિલાએ એવા પણ આક્ષેપો કર્યા હતા કે આ ટ્રેનના બીજા કોચના વ્હીલમાં આગ લાગતા મુસાફરો સાથે તેમને પણ ચાલુ ટ્રેઈનમાં કૂદકો લગાવ્યો હતો.
આ ઘટનાની મળતી વિગતો અનુસાર રાજકોટના ઠેબર કોલોની ક્વાર્ટર નંબર 63 માં રહેતા ચૌહાણ હંસાબેન સવજીભાઈ(ઉ .65)નામના વૃદ્ધ મહિલા રાજકોટથી પોરબંદર ટ્રેઈન મારફતે આવતા હતા.રાજકોટથી પોરબંદર આવતી ટ્રેઈન બાલવા અને વાંસજાળીયા વચ્ચેના ટ્રેક ઉપર ટ્રેઇનના બીજા નંબરના કોચના વ્હીલમાં સ્પાર્ક થતા આગ લાગી હતી.આ આગની ઘટનાને લઈને કોચમાં બેઠેલા મુસાફરો ચાલુ ટ્રેઈનમાં કૂદી રહ્યા હતા તે દરમ્યાન હંસાબેન પણ કૂદી જતા તેમને ઇજા પહોચી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.આ ઘટના બાદ ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હજુ સુધી કોઈ મેસેજ નથી ઘટના અંગે ભાવનગર રેલ્વે ડિવિઝન પી.આર.ઓ સંભવ સિંહ નામના અધિકારીએ જણાવ્યું હતું કે આવી ઘટના અંગે હજુ સુધી કોઈ મેસેજ નથી, કદાચ મોકદ્રીલ હોય તો બને.