કુકાવાવના લુણીધારમાં વીજશોક લાગતાં પટકાયેલા વૃધ્ધનું મોત
મકાનના બાંધકામ સમયે લાઈટનો વાયર પ્લગમાં ભરાવતી વખતે ઘટી ઘટના
કુકાવાવના લુણીધાર ગામે મકાનના બાંધકામ સમયે લાઇટનો વાયર પ્લગમાં ભરાવતી વખતે વૃદ્ધ વિજશોક લાગતા પટકાયા હતા. વૃદ્ધનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કુકાવાવ તાલુકાના લુણીધાર ગામે રહેતા ભાયાભાઈ લખુભાઈ બગડા નામના 60 વર્ષના વૃદ્ધ સાંજના છએક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે મકાનના બાંધકામ દરમિયાન લાઈટનો વાયર પ્લગમાં ભરાવતા હતા ત્યારે વિજશોક લાગતા પટકાયા હતા. વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક ભાયાભાઈ બગડા પાંચ ભાઈ એક બહેનમાં નાના હતા અને તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે વડીયા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.