વડાલી ગામે વાડીના કૂવામાં પડી જતાં પ્રૌઢા મોતને ભેટયા
05:02 PM Mar 10, 2025 IST | Bhumika
પાણીની મોટર ચાલુ કરવા જતા બનેલો બનાવ
Advertisement
રાજકોટ તાલુકાના વડાલી ગામે વાડીમાં મોટર ચાલુ કરવા જતા પ્રૈઢાનુ પાણી ભરેલા કુવામાં પડી જતા મોત નીપજ્યુ છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ વડાલી ગામે રહેતા જીતુબેન પરબતભાઇ ડાંગર (ઉ.વ.52) નામના પ્રૈઢા આજે સવારે પોતાની વાડીએ પાણીની મોટર ચાલુ કરવા જતા હતા ત્યારે અકસ્માતે કુવામાં પડી ગયા હતા. તેમને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તેમનુ મોત નીપજ્યુ છે. આ અંગે આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતકને સંતાનમાં એક પુત્ર હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવથી પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
Advertisement
Advertisement