ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગોંડલનાં વેજાગામમાં ચેકડેમમાં પડી જવાથી પ્રૌઢનું મોત

11:48 AM Jun 10, 2025 IST | Bhumika
Advertisement

મજૂરોએ બચાવવા પ્રયત્નો કર્યા પણ નિષ્ફળ

Advertisement

ગોંડલ તાલુકાનાં વેજાગામ માં સીમમાં આવેલ સાપરવડી નદી પરનાં ચેકડેમ માં પગ લપસી જતા પાણીમાં ખાબકેલા પ્રૌઢનું ડુબી જવાથી મોત નિપજ્યુ હતુ.

પ્રાપ્ત વિગત મુજબ વેજાગામ નાં સરપંચ જીતુભાઇ ભાલાળાનાં કાકા ધીરજલાલ ધરમશીભાઇ ભાલાળા ઉ.55 બપોર નાં સમયે સાપરવડી નદી પર આવેલા ચેકડેમ માંથી પાણી ની મોટર કાઢી રહ્યા હતા ત્યારે અચાનક પગ લપસતા ચેકડેમ નાં પાણીમાં પડી જતા ડુબી જવાથી તેમનુ મોત નિપજ્યુ હતુ.બનાવ સમયે બે થી ત્રણ મજુરો હાજર હોય બચાવવા પ્રયત્ન કર્યા હતા.પણ બચાવ શક્ય બન્યો હતો નહી.બાદ માં મૃતક નાં ભત્રીજા જીતુભાઇ ને જાણ કરાતા તે ધટના સ્થળે દોડી આવ્યા હતા.તરવૈયાઓ ની મદદથી મૃતદેહ બહાર કાઢી ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.

મૃતક ધીરજલાલ ચેકડેમ નજીક ભત્રીજા જીતુભાઇ ની ખેતીની જમીન વાવતા હતા.સંતાન માં બે પુત્ર હોવાનું જાણવા મળેલ હતુ.બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

Tags :
gondalgondal newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement