‘બિમારી સહન કરી શકતો નથી’ ચિઠ્ઠી લખી વૃદ્ધનો ગળાફાંસો ખાઇ આપઘાત
શહેરના મોરબી રોડ પર સેટેલાઇટ ચોકમા શ્રી રેસીડેન્સીમા રહેતા વૃધ્ધે બિમારીથી કંટાળી ‘બિમારી સહન કરી શકતો નથી’ તેવી ચિઠ્ઠી લખી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમા ગમગીની છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ સેટેલાઇટ ચોકમા શ્રી રેસીડેન્સીમા રહેતા ધીરજભાઇ નાગજીભાઇ ઢોલરીયા (ઉ.વ. 68) નામના વૃધ્ધે આજે વહેલી સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડાયા હતા.
પરંતુ અહી તેમનુ મોત નીપજયુ હતુ. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી બી ડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમા મૃતક પાસેથી તેમણે આપઘાત પહેલા લખેલી ચિઠ્ઠી મળી આવી હતી. જેમા તેમણે ‘કોઇનો વાંક નથી, અલ્સરની બિમારી સહન કરી શકતો નથી એટલે પગલુ ભરૂ છુ’ તેવુ લખ્યુ હતુ. મૃતકને સંતાનમા બે પુત્ર હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવથી પરિવારજનોમા શોકની લાગણી છવાઇ જવા પામી છે.