જેતપુરમાં ધારાસભ્ય રાદડિયાની ઉપસ્થિતિમાં એકતા યાત્રા યોજાઈ
બોરિયા સમઢિયાળા સુધી વિશાળ જનમેદની સાથેની એકતા પદયાત્રાને નગરવાસીઓએ ઉમંગભેર આવકારી
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીના અવસર પર રાષ્ટ્રવ્યાપી જનઅભિયાન એકતા પદયાત્રા (યુનિટી માર્ચ) નું આયોજન દેશભરમાં કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂૂપે 74 જેતપુર વિધાનસભા વિસ્તારમાં સરદાર ચોક થી બોરડી સમઢીયાળા સુધી 07 કિલોમીટરની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની ઉપસ્થિતિમાં પદયાત્રાનો શુભારંભ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને પુષ્પાંજલિ અર્પણ કરીને થયો હતો.
ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતીની સમગ્ર દેશમાં ઉજવણી થઈ છે આજે જેતપુર વિધાનસભા સભા ખાતે યુનિટી માર્ચ અને વિધાનસભાની પદયાત્રા જેતપુર બોરડી સમઢીયાળા સુધીની આજે આયોજન કરવામાં આવી છે.
આ પદયાત્રા સરદાર ચોકથી થઈને ચાંપરાજપુરથી થઈને બોરડી સમઢીયાળા સુધીની એકતા પદયાત્રાને વધાવવા જેતપુરવાસીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. તેમજ એકતા રથ પર ઠેર ઠેર પુષ્પ વર્ષા થઈ હતી અને વિવિધ સમાજોના અગ્રણીઓએ પદયાત્રાને હરખે વધાવી હતી.
આ પદયાત્રામાં રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા, નગરપાલિકા પ્રમુખ બિંદીયાબેન મકવાણા,અગ્રણીઓ લાલજીભાઈ સોલંકી, રવિભાઈ માકડીયા, મીનાબેન ઉસદળીયા, પાર્થિવ પરમાર, દિનેશભાઈ ભુવા, જયંતીભાઈ રામોલિયા, સ્વાતિબેન જોટંગીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પ્રિયંક ગલચર, મામલતદાર દિપક ભટ્ટ સહિતના મહાનુભાવો અને વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.