રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શિલ્પન નોવા એપાર્ટમેન્ટમાં જુગાર રમતા આઠ સોની વેપારી ઝડપાયા

04:26 PM Jul 18, 2024 IST | admin
Advertisement

પોલીસ કંટ્રોલરૂમમાં કોઇએ કોલ કરતા પોલીસે દરોડો પાડયો: રોકડ રૂા.1.55લાખનો મુદ્દામાલ જપ્ત

Advertisement

શહેરના સાધુ વાસવાણી રોડ પર ગંગોત્રી પાર્ક નજીક આવેલા શિલ્પન નોવા એપાર્ટમેન્ટ માં જુગાર રમતો હોવાની બાતમીને આધારે યુનિવર્સિટી પોલીસે દરોડો પાડી આઠ સોની વેપારીને પકડી રૂૂ.1.55 લાખ ની રોકડ જપ્ત કરી છે.મળતી વિગતો મુજબ, શહેરના સાધુ વાસવાણી રોડ શિલ્પન નોવા એપાર્ટમેન્ટમાં જુગાર રમતા હોવાનો કોલ પોલીસ કંટ્રોલ રૂમઆવતા સ્ટાફે સ્થાનીક પોલીસમાં જાણ કરતા યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એમજી વસાવા ની રાહબરીમા પીએસઆઇ બોગાભાઈ ભરવાડ,વનરાજભાઈ લાવડીયા અને સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા રવિભાઇ અશોકભાઇ થડેશ્વર - સોની ઉ.વ.31 ધંધો વેપાર (સોનીકામ)રહે, શિલ્પન નોવા એપાર્ટમેન્ટ વિંગ- એ1 ફલેટ નં.1004 ગંગોત્રીપાર્ક રોડ,સંજયભાઇ રમણીકભાઇ થડેશ્વર - સોની ઉ.વ.54 ધંધો સોનીકામ રહે, ઇન્દિરા સર્કલ પાસે મીચીસ રેસ્ટોરન્ટ ની બાજુમા દેવાલય એપાર્ટમેન્ટ એ/401, દેવાંગભાઇ દિનેશભાઇ જગડા - સોની ઉ.વ.34 ધંધો-સોનીકામ રહે.રણુજા મંદિર કોઠારીયા રોડ નંદનવન એપાર્ટમેન્ટ એ/302,દર્શનભાઇ રમેશભાઇ ધકાણ સોની ઉ.વ.34 ધંધો સોનીકામ રહે, જીવરાજપાર્ક કાલાવડ રોડ સુવર્ણભુમી એપાર્ટમેન્ટ બી/503,બ્રીજેશભાઇ અશોકભાઇ ધકાણ સોની ઉ.વ.36 ધંધો સોનીકામ રહે.

રૈયાધાર સનસીટી હેવન ઈ/501,વિશાલભાઇ પ્રવિનભાઇ જગડા સોની ઉ.વ.40 ધંધો-સોનીકામ રહે.ગોપાલચોક ગોલ્ડએપાર્ટમેન્ટ એ/102,આશીષભાઇ પ્રદિપભાઇ ધકાણ સોની ઉ.વ.40 ધંધો સોનીકામ રહે.ચીત્રલેખા એપાર્ટમેન્ટ 504 150 ફુટ રીંગ રોડ ગીરીરાજ હોસ્પીટલ પાસે અને મીલનભાઇ પ્રવિણભાઇ ધાનક સોની ઉ.વ.38 ધંધો-સોનીકામ (રહે.અંબીકાપાર્ક મકાન નં.-07 રૈયારોડ દેવપુષ્પ મેડીકલ ની બાજુમાની)ની ધરપકડ કરી રૂૂ.1.55 લાખની રોકડ જપ્ત કરી હતી. સોની વેપારીઓની પૂછપરછમાં જાણવા મળ્યુ હતુ કે ગઇ કાલે મોહરમની જાહેર રજા હોય જેથી બધા ભેગા થયા હતા અને જુગાર રમવા બેસી ગયા હતા

Tags :
crimegujaratgujarat newsplaycardsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement