ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કાલોલના મીરાપુરીમાં ગણેશ વિસર્જન સમયે આઠ ડૂબ્યા, યુવાનનું મોત

05:28 PM Sep 03, 2025 IST | Bhumika
Advertisement

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મીરાપુરી ગામે વાજતે ગાજતે શ્રી ગણેશજીની પ્રતિમાના વિસર્જન માટે ગોમા નદીના પાણી મા ઉતરેલા યુવકો પૈકી સાત યુવકો ગોમા નદીના પાણી ભરેલા ઉડા ખાડામા ગરકાવ થઈને ડૂબવા લાગતા બચાવોની મરણ ચીસોથી ઉલ્લાસ નો અવસર નજરો સમક્ષ આફતમા ફેરવાઈ ગયો હતો.
જો કે નદી કિનારે ગણેશ વિસર્જન માટે આવેલા ગ્રામજનોએ હાથમાં જે આવ્યુ એમ લાકડીઓની મદદથી અને ઘૂંટણ સમા પાણીમાં ઉતરીને હાથ ધરેલ બચાવ કામગીરીઓમાં ડૂબી રહેલા સાત યુવકોને હેમખેમ બહાર કાઢવામા આવ્યા હતા. પરંતુ અંદાઝે 35 વર્ષના કાળુભાઈ વીરસિંગ પટેલીયાનું ઉડા પાણીમાં ડૂબી જવા થી મોત થતા શ્રી ગણેશજીની પ્રતિમાના વિસર્જનનો આનંદનો પર્વ આઘાતમા સરકી જવા પામ્યો હતો.

Advertisement

મીરાપુરી ગામમાં ગણેશોત્સવ દરમ્યાન ગણેશ સ્થાપનાને અંતે પાંચમા દિવસે ગણેશ વિસર્જન કરવાની પરંપરા અનુસાર ગણેશ વિસર્જન યોજાયું હતું. ગણેશ વિસર્જન અંતર્ગત ધામધુમથી વિદાય આપવા માટે ગ્રામજનોએ ડીજે સાથે શોભાયાત્રા યોજીને અંતે સાંજે સાતેક વાગ્યાના અરસામાં ગામના નજીકની ગોમા નદીના પટમાં વિસર્જન કરવા માટે ગામ લોકો એક ખાડામાં ઉતર્યા ત્યારે મૂર્તિ વિસર્જન કરતા સમયે ખાડાના ઉંડા પાણીમાં થાપ ખાઈ જવાથી સાત આઠ લોકો ડૂબતા હોવાની ઘટના સર્જાઈ હતી.

જોકે તે સમયે ઘટનાસ્થળે ઉપસ્થિત તરવૈયાઓએ ઝંપલાવીને તેમજ કાંઠેથી લાકડીઓની મદદથી સાત યુવકોને સમયસર બહાર કાઢીને બચાવી લીધા હતા. પરંતુ અંતે તપાસ કરતા ગામના કાળુભાઇ વીરસિંગ પટેલીયા (ઉ.વ 35) તળાવના ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેમને પાણીમાંથી બહાર કાઢીને બચાવ કામગીરી કરી હતી પરંતુ પાણીમાં શ્વાસ રુંધાઈ જવાને પગલે મોત નિપજ્યું હતું. જે ઘટનાને પગલે મૃતક યુવકના પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે શોક ફેલાયો હતો. સમગ્ર ઘટના અંગે ગ્રામજનોએ વેજલપુર પોલીસને જાણ કરી લાશને પોસ્ટમોર્ટમ માટે કાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

Tags :
gujaratgujarat newsKalolKalol NEWSMirapuri
Advertisement
Next Article
Advertisement