રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સોમવારે ઈદ, મંગળવારે ગણેશ વિસર્જન, પોલીસની અગ્નિ પરીક્ષા

04:00 PM Sep 14, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

બે દિવસ સુધી શહેરના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ

4 ડીસીપી, 7 એસીપી, 20 પીઆઈ, 60 પીએસઆઈ સહિત 1700થી વધુ પોલીસ બંદોબસ્ત માટે બે દિવસ તૈનાત રહેશે

સોમવારે ઈદનો તહેવાર અને મંગળવારે ગણેશ વિસર્જનનો તહેવાર આવી રહ્યો છે. અને તેમાં પણ રાજ્યમાં ગણેશ પંડાલ પર થયેલી પથ્થરમારાની ઘટનાઓ બની છે. બે દિવસ સુધી રાજકોટ શહેરમાં પોલીસને ચાંપતો બંદોબસ્ત રહેશે જેના માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયાના માર્ગદર્શન હેઠળ ચાર ડીસીપી, 7 એસીપી, 20 પીઆઈ, 60 પીએસઆઈ, 800થી વધુ પોલીસ, 600 હોમગાર્ડ, 222 ટ્રાફિક બ્રિગેડ સહિત 1700થી વધુ પોલીસને તૈનાત રાખવામાં આવશે. કોઈ પણ સ્થિતિમાં પહોંચી વળવા માટે પોલીસ સાથે એસઆરપીની બે કંપનીઓ પણ તૈનાત રહેશે.

સોમવારે ઈદ અને મંગળવારે ગણેશ વિસર્જન ઉપરાંત આગામી 15 સપ્ટેમ્બરથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે આ દિવસ પોલીસમાટે અગ્નિ પરીક્ષા જેવો સાબિત થનાર છે. ગૃહ વિભાગ દ્વારા ગુજરાતભરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી કડક પેટ્રોલીગ અને કોમ્બિંગની સુચના આપવામાં આવી છે. ખાસ કરીને પોલીસ અધિકરીઓ અને પોલીસકર્મીઓની રજાઓ પણ આ સમય ગાળા દરમિયાન રદ કરી દેવામાં આવી છે. 15, 16 અને 17 સપ્ટેમ્બરના રોજ પોલીસ પોલીસકર્મીઓ ત્રણ દિવસ સુધી બંદોબસ્ત માટે તૈનાન રહેશે.

16 સપ્ટેમ્બરના રોજ મુસ્લિમ બિરાદરોનો પવિત્ર પર્વ ઈદ છે. ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પયગંબર સાહેબના જન્મ દિવસે ઇદ એ મિલાદની ઉજવણી કરવામાં આવે છે.જેમાં મુસ્લિમ સમાજ દ્વારા ધાર્મિક પ્રવચનો, વાયઝ,નિયાઝ જેવા કાર્યક્રમો ઉપરાંત તમામ વિસ્તારોમાં જુલુસ કાઢવામાં આવતા હોય છે. રાજકોટ શહેરમાં ઈદનું ઝુલુસ નિકળનાર હોય જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો હાજર રહેશે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ ઝુલુસ નિકળનાર હોય અને શહેરમાં 324થી વધુ ગણપતિ પંડાલોમાં શ્રીજીની સ્થાપના કરવામા ંઆવી છે. ત્યારે આ દિવસે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ સતર્ક રહેશે.

રાજકોટ સહીત ગુજરાતભરમાં દસ દિવસ માટે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને તા.17 સપ્ટેમ્બરના રોજ શ્રીજી વિસર્જન કરવામાં આવનાર છે. રાજકોટમાં નાના મોટા 324 થી વધુ ગણપતી પંડાલમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. 17 સપ્ટેમ્બરના રોજ ગણપતી વિસર્જન હોય જે દરમિયાન શહેરના તમામ વિસ્તારોમાં શ્રીજીની શોભાયાત્રાઓ નીકળશે. ત્યારે પણ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહેશે. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપીઝોન-1 સજ્જનસિંહ પરમાર, ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવા, ડીસીપી ક્રાઈમ પૂજા યાદવ તેમજ તમામ એસીપી અને શહેરના તમામ પોલીસ મથકના પીઆઈની આજે એક મહત્વની બેઠક મળી હતી. જેમાં બે દિવસ દરમિયાન બંને તહેવારો આવતા હોવાથી પોલીસ અધિકારીઓએ બન્ને સમાજના આગેવનો સાથે મીટિંગ કરી આ બાબતે ચર્ચા કરી હતી. જેથી આગેવાનોએ શહેરમાં શાંતિ અને કોમી એખલાસ જળવાઇ રહે તે રીતે ઉજણવી કરવા તૈયારી બતાવી હતી.

Tags :
Eidgujaratgujarat newsgujarat policepolicerajkotrajkot news
Advertisement
Next Article
Advertisement