For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વીંછિયામાંથી શંકાસ્પદ ઘઉં, ચોખાનો જથ્થો ભરેલ આઈશર ટ્રક ઝડપાયો

05:13 PM Mar 21, 2024 IST | Bhumika
વીંછિયામાંથી શંકાસ્પદ ઘઉં  ચોખાનો જથ્થો ભરેલ આઈશર ટ્રક ઝડપાયો
  • સસ્તા અનાજનો જથ્થો હોવાની શંકા : પુરવઠા વિભાગને પોલીસે જાણ કરી

લોકસભાની ચૂંટણી જાહેરથતાની સાથે જ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સક્રિય બની છે ત્યારે વિછિયા પંથકમાં એસઓજી દ્વારા પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વાહનચેકીંગ દરમિયાન આઈસર ટ્રકની તલાશી લેતા તેમાંથી આધાર કે બીલ વગરના 4.36 લાખની કિંમતના ઘઉં, અને ચોખાનો જથ્થો મળી આવતા કબ્જે કરી પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી છે.લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ ફ્લાઈગ સ્ક્વોડ કાર્યત કરી દેવામાં આવી છે ત્યારે ગઈકાલે રાજકોટ રૂરલ એસઓજીનો સ્ટાફ વીછિયા વિસ્તારમાં વાહન ચેકીંગ કરી રહ્યો હતો ત્યારે પાળિયાદરોડ પર શંકાસ્પદ હાલતમાં નિકળેલ આઈસર ટ્રક અટકાવી તલાશી લેતા તેમાંથી ચોખાની 231 બોરી અને ઘઉની 40 બોરી મળી કુલ 4.36.950નો ઘઉ-ચોખાનો જથ્થો અને 8 લાખનો ટ્રક કબ્જે કરવામાં આવ્યો છે.

Advertisement

પોલીસ દ્વારા ટ્રક ચાલક મેલાભાઈ ભીખાભાઈ અલગોતર ઉ.વ.30 પાસે ઘઉ ચોખાના જથ્થાનો આધાર-પુરાવા માગ્યા હતા પરંતુ કોઈ જ આધારપુરાવા રજૂ ન કર્યા હતાં. પોલીસે ઘઉ અને ચોખાનો જથ્થો સસ્તા અનાજનો હોવાની શંકાએ કબ્જે કરવામાં આવ્યો છે.પોલીસે 12.36 લાખનો મુદ્દયામાલ કબ્જે કરી આગળની તપાસ માટે પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી છે. આ કામગીરી એસઓજી પીએસઆઈ બીસી મીયાત્રા જયવીરસિંહ રાણા, અતુલભાઈ ડાભી, સંજયભાઈ, વિજયભાઈ, અરવિંદભાઈ, ભગીરથસિંહ અને અમિતભાઈ સહિતના સ્ટાફે કરી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement