69 મૃતક ધારાશાસ્ત્રીઓના વારસદારોને 1.25 કરોડ ચૂકવવા BCGનો નિર્ણય
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા સને 1992 થી ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ મારફતે મૃત્યુસહાય તેમજ માંદગી સહાય સમીતિ દ્વારા જરૂૂરીયાતમંદ ધારાશાસ્ત્રીઓને આંશિક માંદગી સહાય બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી આપવામાં આવે છે. જેમાં 69 જેટલા મૃત્યુ પામનાર ધારાશાસ્ત્રીઓના વારસદાર રૂૂ.1.25 કરોડ અને ધારાશાસ્ત્રીઓને માંદગીસહાય પેટે રૂૂ.24.78 લાખ ચુકવવાનો નિર્ણય કરાયો છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના રોલ પર નોંધાયેલા પ2,300 જેટલા ધારાશાસ્ત્રીઓ ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડના સભ્યો બનેલ છે. આશરે 3000 ઉપરાંતના ધારાશાસ્ત્રીઓના વારસદારોને અત્યારસુધી રૂૂ.65 કરોડ જેટલી મૃત્યુસહાય ચુકવવામાં આવી છે. હાલમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ધ્વારા મૃત્યુ પામનાર ધારાશાસ્ત્રીઓના વારસદારોને રૂૂ.5 લાખ મૃત્યુસહાય ચુકવવામાં આવે છે. હાલમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે.પટેલ. એકઝીક્યુટીવ કમિટીના ચેરમેન નલિન ડી. પટેલની વીડીયો કોન્ફરન્સીંગ હાજરી તથા કમિટીના સભ્યો અનિલ સી.કેલ્લા અને કિશોરકુમાર આર. ત્રિવેદીની હાજરીમા એડમીનીસ્ટ્રેટીવ કમિટીની મીટીંગમા 69 જેટલા મૃત્યુ પામનાર ધારાશાસ્ત્રીઓના વારસદાર દ્વારા કરવામાં આવેલ મૃત્યુસહાયની અરજીઓ વિચારણા માટે લેવામાં આવેલ. જેમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નિયમ અનુસાર વેલ્ફેર ફંડના સભ્ય બનનાર તેમજ નિયમિત રીન્યુઅલ ફ્રી ભરનાર તેમજ ”Bar Council of India Certificate and Place of Practice (Verification) Rules, 2015"”, 2015‘સ્ત્ર નુ ફોર્મ ભરનાર પ3 જેટલા ધારાશાસ્ત્રીઓના વારસદારોની મૃત્યુસહાયની અરજીઓ મંજુર કરી ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ એકટના નિયમ અનુસાર રૂૂ.1.25 કરોડ જેટલી રકમ મૃતક વકીલોના વારસદારોને ચુકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની માંદગીસહાય સમીતિના ચેરમેન દિલીપ કે.પટેલ અને સભ્ય ભરત વી. ભગતની હાજરીમા તા. 05/01/2025 ના રોજ મીટીંગ મળી હતી. જેમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની માંદગીસહાય સમીતિમાં સમગ્ર ગુજરાતના તાલુકા અને જીલ્લા અદાલતોના 73 જેટલા ધારાશાસ્ત્રીઓ પાસેથી માંદગી સહાય મેળવવા માટેની અરજીઓ મંજુર કરતા માંદગી સહાય પેટે ફુલ રૂૂ.24.78 લાખ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ 8 ઉપરાંતના ધારાશાસ્ત્રીઓને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને 23 ઉપરાંતના ધારાશાસ્ત્રીઓને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની વધારાની સહાય આપતી કમીટીમાં પણ વધુ માંદગી સહાય મળી રહે તે માટે ભલામણ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે વેલ્ફેર ફંડની રીન્યુઅલ ફ્રી ભરનાર તેમજ પ્રેકટીસ વેરીફીકેશન ફોર્મ ભરનાર ધારાશાસ્ત્રીઓને જ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની માંદગીસહાયનો લાભ મેળવવા હકકદાર બને છે.