'આ બાળકો તમારા બોસના પણ બોસ થઈ શકે તે મુજબનું શિક્ષણ..' ઝૂલતા પુલ દુર્ઘટનામાં અનાથ થયેલા બાળકો હિતમાં હાઇકોર્ટે લીધો મોટો નિર્ણય
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાનમાં અનાથ થયેલા બાળકોને લઈને હાઇકોર્ટે મોટો નિર્ણય લીધો છે. આ ઘટનામાં 21 બાળકોના માતાપિતાનું મોત થયું હતું. આ દુર્ઘટનામા અનાથ થયેલા બાળકોના હિતમાં હાઇકોર્ટે ઓરેવાના માલિક સામે આદેશ કર્યો છે કે તમામ છોકરીઓના લગ્ન વિષયક બાબતોની ચિંતા કરો. અને બાળકોના પ્રાથમિક શિક્ષણ બાદ પણ ખર્ચ ભોગવો. પ્રોફેશનલ કોર્સ માટે તમામ ખર્ચ ભોગવવા આદેશ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં કુલ 21 બાળકો છે અનાથ થયા છે. 14 બાળકો એવા છે જેમણે માતા અથવા પિતાની છત્રછાયા ગુમાવી છે. તેમજ 7-8 છોકરીઓની છોકરીઓની ઉંમર તો ખૂબ નાની છે.
હાઇકોર્ટે કહ્યું હતું કે, બાળકોને મજબૂત શિક્ષણ મળે તે તમારી જવાબદારી છે. તમામ છોકરીઓના લગ્ન વિષયક બાબતોની ચિંતા કરવા કોર્ટે મૌખિક આદેશ આપ્યો છે. તેમાં બાળકોને પ્રાથમિક શિક્ષણ પછી પણ તમામ ખર્ચ ભોગવવા ઓરેવાને આદેશ અપાયો છે. આ ઉપરાંત પ્રોફેશનલ કોર્સ માટે પણ તમામ ખર્ચ ભોગવવા ઓરેવા કંપનીને આદેશ આપવામાં આવ્યો છે.
હાઇકોર્ટે વધુમાં કહ્યું હતું કે, આ બાળકો તમારા બોસના પણ બોસ થઈ શકે તે મુજબનું શિક્ષણ આપવું પડે તો એ પણ તમારી જવાબદારી છે. કોર્ટ અધિકારી ઐશ્વર્યા ગુપ્તાએ 2 ભાગમાં અહેવાલ કોર્ટમાં રજૂ કર્યો છે. મોરબી દુર્ઘટનામાં પીડિત બાળકોના ભવિષ્યને લઇને કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. અનાથ બાળકના ભવિષ્યને લઇને સવાલ કર્યા હતા. તેમાં અનાથ બાળકીના ભવિષ્યમાં લગ્ન વિશે કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. માનવીય અભિગમ રાખતા કોર્ટનું અવલોકન છે કે જો તેના પિતા જીવતા હોય તો લગ્નનો તમામ ખર્ચ પિતા ઉઠાવે છે. કોઈ પણ માતા પિતા માટે તેમના બાળકના લગ્નની જવાબદારી મહત્વની હોય છે. અનાથ બાળકો અને છત્રછાયા ગુમાવનાર બાળકોના લગ્નખર્ચ અંગે પણ વિચાર કરવો પડશે.