For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વડાપ્રધાનના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં જોડાવા શિક્ષણ વિભાગનો શાળાને આદેશ

05:24 PM Feb 08, 2025 IST | Bhumika
વડાપ્રધાનના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં જોડાવા શિક્ષણ વિભાગનો શાળાને આદેશ

કાર્યક્રમ નિહાળતો ફોટો વેબસાઇટ પર અપલોડ કરવા પરિપત્રમાં ફરજિયાત સૂચના

Advertisement

PM મોદી 10 ફેબ્રુઆરીએ વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા સંવાદ કરવાના છે ત્યારે શિક્ષણ વિભાગે DEOને પત્ર લખી દરેક સ્કૂલમાં કાર્યક્રમનું લાઇવ પ્રસારણ કરવા માટે વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી છે. 6 થી 12 ધોરણના દરેક વિદ્યાર્થી આ કાર્યક્રમ જોઈ શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવા માટે શિક્ષણ વિભાગે આદેશ આપ્યો છે. વિદ્યાર્થીઓના કાર્યક્રમ નિહાળતા ફોટો MyGov portal પર અપલોડ કરવા પણ જણાવવામાં આવ્યું છે.
પરીક્ષા પે ચર્ચામાં તમામ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોના 36 વિદ્યાર્થીઓ પીએમ મોદી સાથે સીધી વાતચીત કરશે.માનસિક સ્વાસ્થ્યથી લઈને ટેકનોલોજી સુધી, વ્યાપક સ્પેક્ટ્રમના ટોચના નિષ્ણાતો વિદ્યાર્થીઓને સૌથી આકર્ષક અને ઇન્ટરેક્ટિવ રીતે માર્ગદર્શન આપવા માટે PPC 2025માં જોડાશે. PPC 2025એ દેશભરમાં 5 કરોડ ભાગીદારી સાથેનો રેકોર્ડ બનાવ્યો છે.

આ વર્ષે પ્રત્યેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી 36 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. જે રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશ બોર્ડ સરકારી સ્કૂલો, કેન્દ્રીય વિદ્યાલય, સૈનિક સ્કૂલ, એકલવ્ય મોડેલ રહેણાંક સ્કૂલ, સીબીએસઈ અને નવોદય વિદ્યાલયમાંથી વિદ્યાર્થીઓની પસંદગી કરાઈ છે.

Advertisement

જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓ પ્રેરણા શાળા કાર્યક્રમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. કલા ઉત્સવ અને વીર ગાથાના વિજેતાઓ છે. આ વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રી સાથે સીધા જોડાવા માટે પસંદ કરવામાં આવ્યા છે - જે આ આવૃત્તિને ભારતની વિવિધતા અને સમાવેશકતાનું સાચું પ્રતિબિંબ બનાવે છે. એક નવો પરિમાણ ઉમેરીને PPC 2025 આઠ એપિસોડમાં એક નવા રોમાંચક પ્રારૂૂપમાં પ્રસારિત થશે. પ્રધાનમંત્રી સાથેની પહેલી વાતચીત સીધી દૂરદર્શન, સ્વયં, સ્વયંપ્રભા, PMO યુટ્યુબ ચેનલ અને શિક્ષણ મંત્રાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની સોશિયલ મીડિયા ચેનલો પર સીધી પ્રસારિત કરવામાં આવશે. જેથી સમગ્ર દેશભરના દર્શકો આ સમૃદ્ધ અનુભવમાં ભાગ લઈ શકે.

Advertisement
Tags :
Advertisement
Advertisement