શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10-12ના છાત્રો માટે હેલ્પલાઈન નં. 1800 233 5500 જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ફેબ્રુઆરીમા ધો. 10 અને ધોરણ 12 ની પરીક્ષા લેવામા આવશે તે અગાઉ છાત્રને મુંઝવતા પ્રશ્ર્નો, પરીક્ષા દરમિયાન કોઇ સમસ્યા હોય તો તેના નિરાકરણ માટે બોર્ડ દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરવામા આવ્યા છે અને તમામ જિલ્લાઓમા સ્થાનિક હેલ્પ લાઇન નંબર જાહેર કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારીને બોર્ડ દ્વારા સુચના આપવામા આવી છે.
ફેબ્રુઆરી/માર્ચ-2025 બોર્ડની જાહેર પરીક્ષા તા.27/02/2025 થી તા.17/03/2025 દરમ્યાન લેવાનાર ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષા સંદર્ભે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓને માર્ગદર્શન મળી રહે તે માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ, બોર્ડ દ્વારા ટોલ "ફ્રી હેલ્પલાઇન નંબર, 1800 233 5500 તા. 27/01/2025 થી તા. 17/03 ના રોજ સવારે 11:00 થી સાંજે 06:00 કલાક સુધી કાર્યરત રહેશે. ઉપરોકત ટોલ ’ફ્રી’ હેલ્પલાઇનની જાણકારી આપના તાબા હેઠળની શાળાઓના ધો-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓને મળી રહે તે માટે જરૂૂરી કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે. આ ઉપરાંત કચેરી દ્વારા જિલ્લા કક્ષાએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે હેલ્પલાઇન શરુ કરવા તેમજ આ અંગે આપના દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીની વિગતો મોકલી આપવા જણાવવામાં આવે છે.