‘હું પરિવારને મદદરૂપ થઇ શકતી નથી’ સ્યૂસાઇડ નોટ લખી પેરેમાઉન્ટ સોસાયટીમાં શિક્ષિત યુવતીનો આપઘાત
યુનિવર્સિટી રોડ ઉપર આવેલ પેરેમાઉન્ટ સોસાયટીમાં રહેતી અને મૂળ માણાવદરની યુવતીએ આજે કોઈ અગમ્ય કારણોસર ગળે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લેતા ચકચાર જાગી છે.યુવતી પાસેથી પોલીસે સુસાઇડ નોટ કબજે કરી છે.
મળતી વિગતો મુજબ શહેરના યુનિવર્સિટી રોડ ઉપર આવેલ પેરેમાઉન્ટ સોસાયટીમાં રહેતી જિજ્ઞાસા લક્ષમણ કાથડ(ઉ.24)નામની યુવતીએ પોતાના ભાડાના ફ્લેટમાં ત્રીજા માળે આવેલા મકાનમાં ચુંદડી વડે ગળે ફાંસો ખાઈ લીધાની મકાન માલિકે પોલીસને જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.તેમજ મૃતદેહને સિવિલ હોસ્પિટલે પહોંચાડ્યો હતો.ઘટના સ્થળેથી પોલીસને યુવતીના રૂૂમમાંથી એક પાનાની સુસાઇડ નોટ મળી છે.તેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.
પ્રાથમિક તારણ આપતા પોલીસે કહ્યું હતું કે મૃતક યુવતી જિજ્ઞાસા મૂળ માણાવદરની વતની છે તેમજ બે વર્ષ પહેલાં જ અહીં આવી હતી.તેણીના પગલાની માણાવદર સ્થિત વાલીઓને જાણ કરવામાં આવતા જીજ્ઞાસાના માતા-પિતા સહિતના પરિવારજનો સવારે સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા અને દીકરીનો મૃતદેહ જોઇ આઘાતમાં સરી પડ્યા હતા.
ગાંધીગ્રામ યુનિ.પોલીસના પીઆઈ વસાવા તેમજ એએસઆઈ વાય.ડી.ભગતએ જણાવ્યું હતું કે,જિજ્ઞાસા હજુ બે મહિના પહેલા જ ભાડે રહેવા આવી હતી અને રાજકોટમાં તે નોકરી કરતી હતી.પોલીસે જણાવ્યું હતું કે યુવતી પાસેથી મળેલી સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે હું મારા પરિવારને મદદરૂૂપ થઈ શકતી નથી અને ઓવરથીંકીંગ બહુ જ કરું છું.પોતે એક ભાઈની એકની એક બહેન હતી.તેમના આપઘાતથી પરિવારમાં શોક છવાયો છે.
મકાનમાલિક ઉપર જોવા ગયા ત્યારે જીજ્ઞાસાનો મૃતદેહ લટકતો’તો
જીજ્ઞાશા જે રૂૂમમાં રહેતી હતી તેમની સાથે અન્ય ત્રણ સહેલીઓ પણ રહેતી હતી.ગઈકાલે ત્રણ સહેલીઓ ફલેટ બહાર હોય અને બહારથી જીજ્ઞાશાને કોલ કરતાં રિસીવ ન થતાં ત્રણેય સહેલીઓએ મકાન માલિકને કહ્યું હતું જીજ્ઞાશા કોલ રિસીવ કરતી નથી ત્યાં જઈને વાત કરાવો તો સારૂૂ.આવા સમયે મકાન માલિક જીજ્ઞાશાના રૂૂમમાં ગયા ત્યારે જીજ્ઞાશા લટકતી જોવા મળી હતી.