ગોંડલના જ્યોતિ પાવર કોર્પોરેશનની રૂા. 15 કરોડની સંપત્તિ જપ્ત કરતું ઈડી
ડાયરેક્ટર કમલેશ અને નિલેશ કટારિયા સામે રૂા. 196.82 કરોડના છેતરપિંડીના કેસમાં કાર્યવાહી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની અમદાવાદ ઝોનલ ઓફિસે ગોંડલની કંપની સામેની તેની મની લોન્ડરિંગ તપાસના ભાગરૂૂપે મેસર્સ જ્યોતિ પાવર કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ (JPCPL)ની રૂૂ. 15.01 કરોડની સ્થાવર મિલકતો જપ્ત કરી છે.
ઈડીના નિવેદનમાં જણાવાયું છે કે, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ રૂૂ. 196.82 કરોડની છેતરપિંડીના સંબંધમાં મિલકતો જપ્ત કરવામાં આવી છે.
EDએ ભારતીય દંડ સંહિતા અને PMLA હેઠળ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન, આર્થિક અપરાધ શાખા , મુંબઈ દ્વારા નોંધાયેલી ઋઈંછના આધારે આ મામલે તેની તપાસ શરૂૂ કરી હતી. FIR JPCPL અને તેના ડિરેક્ટરો/પ્રમોટર્સ કમલેશ કટારિયા અને નિતેશ કટારિયા અને અન્યો વિરુદ્ધ ઋઈંછ નોંધવામાં આવી હતી. એફઆઈઆર મુજબ, કંપનીએ બેંક ઓફ ઈન્ડિયા ને લોનની ચૂકવણીમાં છેતરપિંડી કરી છે જેના કારણે તેને રૂૂ. 196.82 કરોડનું નુકસાન થયું હતું.
નિવેદન અનુસાર, EDની તપાસમાં બહાર આવ્યું છે કે JPCPL નસ્ત્રઇઘઈં અને અન્ય ક્ધસોર્ટિયમ બેંકો પાસેથી વિવિધ લોન સુવિધાઓ મેળવી રહી છે અને ભંડોળને બહુવિધ સંસ્થાઓ અને કંપનીના ડિરેક્ટરોના વ્યક્તિગત ખાતાઓમાં ડાયવર્ટ કરી રહ્યું છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ઋણ લેનારએ કથિત રીતે બેંક ઓફ ઈન્ડિયા સાથે રૂૂ. 196.82 કરોડ ઉપરાંત વ્યાજની રકમની છેતરપિંડી કરી હતી અને ફંડને બહુવિધ સંસ્થાઓમાં ડાયવર્ટ કર્યુ હતું.