કચ્છમાં ધરતી ફરી ધણધણી, 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
આંચકાનું કેન્દ્રબિંદુ ખાવડાથી 30 કિ.મી. દૂર પાક.સરહદે નોંધાયું
ભૂકંપ ઝોન 5માં આવતા કચ્છ જિલ્લામાં વર્ષ 2001 માં આવેલા મહાભૂકંપ બાદ આફ્ટર શોકનો સિલસિલો આજ દિન સુધી યથાવત રહેવા પામ્યો છે. આજે સવારે 8.6 મિનિટે ભુજના દુર્ગમ ખાવડાથી 30 કિલોમીટર દૂર ભારત પાકિસ્તાન સરહદ તરફ કેન્દ્રબિંદુ ધરાવતો 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાવા પામ્યો છે. ગત રવિવાર તા. 28 બાદ આજે ફરી એક જ સપ્તાહમાં આ બીજો માધ્યમ કક્ષાની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે.આંચકના પગલે ખાવડા તેમજ આસપાસના ગામોમાં ગભરાટનો માહોલ સર્જાયો છે, જોકે આ કંપનથી કોઈ સ્થળે નુક્શાનીના હેવાલ મળ્યા નથી.
ખવડાથી ઉત્તર પુરવી દિશાએ 30 કિલોમીટર દૂર રણ વિસ્તારમાં આંચકનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. આંચકાની અસર ખાવડા, દુધઈ અને ભચાઉ તાલુકાના રણ કાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં થયો હોવાનું જાણવા મળ્યું છે. અલબત્ત જાણકારોના મતે ઓછી અને મધ્યમ કક્ષાના આંચકા એકંદરે મોટા ભૂકંપને ટાળવાનું કામ કરે છે, જેના દ્વારા પેટાળમાં જમા થતી ઊર્જા ઉપારજીત થઈ જાય છે.