ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અમદાવાદ એરપોર્ટ પર સિકયુરિટી પર્પઝથી વહેલું પહોંચવા એડવાઇઝરી

05:08 PM Aug 12, 2024 IST | Bhumika
Advertisement

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દિવસેને દિવસે મુસાફરોનો ધસારો વધી રહ્યો છે. આ સાથે જ ડોમેસ્ટિક તથા ઇન્ટરનેશનલ સેક્ટર માટેની ફ્લાઈટ પણ વિવિધ એરલાઇન્સ દ્વારા શરૂૂ કરવામાં આવી છે. એટલે કે, અમદાવાદ એરપોર્ટની કનેક્ટિવિટી વધતા મુસાફરોની અવરજવર પણ વધી રહી છે. આ સપ્તાહમાં 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસને કારણે એરપોર્ટ પર સિક્યોરિટી વધારી દેવામાં આવી છે. જ્યારે તહેવારોને કારણે લોંગ વિકેન્ડ પણ છે. આથી મુસાફરોનો ધસારો વધુ રહેશે. જેને કારણે મુસાફરોએ સિક્યોરિટી પર્પઝથી એરપોર્ટ પર વહેલું પહોંચવું પડશે.

Advertisement

એરપોર્ટ ઉપર દરરોજ અનેક મુસાફરો અવર-જવર કરે છે ત્યારે લાંબા વિક એન્ડને કારણે મુસાફરો વધી જવાથી એર ટ્રાફિક વધુ રહેશે અને સ્વતંત્ર દિવસના ભાગરૂૂપે વીઆઇપી મુવમેન્ટ પણ વધી શકે છે. એટલે કે, એર ટ્રાફિક વધવાને કારણે મુસાફરોને વધુ સમય ફાળવવા માટે જણાવવામાં આવ્યું છે.

આ એડવાઈઝરીમાં એરપોર્ટ દ્વારા મુસાફરોને જણાવવામાં આવ્યું છે કે, 15મી ઓગસ્ટને કારણે વધારે સિક્યોરિટી મેજર્સને ધ્યાનમાં રાખીને 20 ઓગસ્ટ સુધી મુસાફરો માટે એરપોર્ટ ઉપર સિક્યોરિટી ખડકી દેવામાં આવી છે. આથી તમામ મુસાફરોએ સિક્યોરિટી પ્રોટોકોલ પૂર્ણ કરવા માટે વધુ સમય ફાળવવો પડશે. જેથી કરીને ફ્લાઇટના ઓપરેશનમાં કોઈ વિલંબ ન થાય અને સિક્યોરિટી મેજર્સ ચેક કરવા માટે પણ ઓફિસર્સને તથા પેસેન્જરને પૂરતો સમય મળી રહે. આ માટે આ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

Tags :
AhmedabadAhmedabad AIRPORTgujaratgujarat newssecurity purposes
Advertisement
Next Article
Advertisement