DYSP વિસ્મય માનસેતાને દેવભૂમિ દ્વારકામાં મુકાયા
એસ.સી.એસ.ટી. સેલની જવાબદારી
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા મંગળવારે જારી કરવામાં આવેલા 37 ડી.વાય.એસ.પી.ના સામૂહિક ઓર્ડરોમાં ગીર સોમનાથ જિલ્લામાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિસ્મયભાઈ પરેશભાઈ માનસેતાની બદલી કરવામાં આવી છે. જિલ્લા એસ.સી. એસ.ટી. સેલ વિભાગમાં મૂકવામાં આવેલા યુવા ડી.વાય.એસ.પી. વિસ્મયભાઈ માનસેતા વર્ષ 2022 માં પસંદગી પામ્યા બાદ તેમની ગાંધીનગર એકેડેમી ખાતે એક વર્ષ ટ્રેનિંગ પૂર્ણ કરીને તેમનું ફિલ્ડ ટ્રેનિંગનું પોસ્ટિંગ ગીર સોમનાથ જિલ્લામાં કરવામાં આવ્યું હતું.
તેમની આ કામગીરી પૂર્ણ થયા બાદ હાલ પ્રથમ પોસ્ટિંગ તેમને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નાયબ પોલીસ અધિક્ષક - એસ.સી. એસ.ટી. સેલ તરીકે આપવામાં આવ્યું છે.
મૂળ સાવરકુંડલાના વતની અને હાલ રાજકોટ થયેલા રઘુવંશી પરિવારના વિસ્મયભાઈ માનસેતાને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તંત્ર તેમજ રઘુવંશી જ્ઞાતિ દ્વારા આવકારવામાં આવ્યા છે.