ગુજરાતમાં આવતીકાલથી હવામાનમાં પલટો
ગુજરાતમાં હવામાનમાં ફરીથી ફેરફાર થવાનો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 10 જાન્યુઆરીથી ભારત પર એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ આવી રહી છે, જેના કારણે ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારને અસર થશે. આ સિસ્ટમના કારણે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર ભારતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ ગુજરાતમાં ભલે વરસાદની આગાહી નથી, પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાવાની સંભાવના છે.
સામાન્ય રીતે રાજ્યમાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં વધારે ઠંડી પડતી હોય છે અને ફેબ્રુઆરી મહિનાના ઉતરાર્ધમાં ગરમીની શરૂૂઆત થતી હોય છે. ભારત પર આવી રહેલી સિસ્ટમને કારણે રાજ્યમાં ફરીથી હવામાન બદલાશે અને તેની અસર રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં થવાની શક્યતા છે.
પ્રથમ ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી કડકડતી ઠંડી પડી રહી છે અને હાલમાં ઠંડા પવનોનું પ્રભાવ છે. નલિયામાં આ વર્ષનું સૌથી ઓછું તાપમાન 3.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ત્યારે 10 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થવાની અને તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે. આ પછી પવનની દિશામાં પણ ફેરફાર થશે, અને પવનો દક્ષિણ-પશ્ચિમ તરફ વળશે. આ પવનમાં ભેજની પણ સંભાવના છે, જેના કારણે ઠંડીમાં ઘટાડો થઈ શકે છે.
આ નવા સિસ્ટમના પ્રભાવ હેઠળ 10 થી 12 જાન્યુઆરી સુધી ગુજરાતમાં પવનની દિશામાં ફેરફાર થઈ શકે છે અને કેટલાક વિસ્તારોમાં વાદળો દેખાવાની સંભાવના છે. પરંતુ વરસાદનો ખતરો નહિવત હોય શકે છે. આ ઉપરાંત રાજ્યમાં હાલમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં વાદળો જોવા મળે છે. હવામાન વિભાગે આ નવા સિસ્ટમના વિવરણમાં જણાવ્યું છે કે, ભારત પર આવી રહેલી આ સિસ્ટમની અસર 10થી 12 જાન્યુઆરી સુધી રહેવાની સંભાવના છે અને તે બાદ ફરીથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં પવનની દિશામાં ફેરફાર થશે.