For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દ્વારકાધીશ મંદિરની વ્યવસ્થા તેમજ પોલીસલક્ષી કામગીરીથી ખાસ એવોર્ડ પ્રાપ્ત કરનાર ડીવાયએસપી સારડાની વાંકાનેર બદલી

11:12 AM Mar 15, 2024 IST | Bhumika
દ્વારકાધીશ મંદિરની વ્યવસ્થા તેમજ પોલીસલક્ષી કામગીરીથી ખાસ એવોર્ડ પ્રાપ્ત કરનાર ડીવાયએસપી સારડાની વાંકાનેર બદલી

Advertisement

દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણી પૂર્વે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા કુલ 67 ડીવાયએસપીની સામૂહિક બદલીના ઓર્ડરો કરવામાં આવ્યા છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા મંદિર સુરક્ષા વ્યવસ્થા તેમજ એસ.સી. એસ.ટી. સેલના ડીવાયએસપી સમીર સારડાની બદલી વાંકાનેર ખાતે કરવામાં આવી છે.છેલ્લા આશરે ત્રણેક વર્ષથી દેવભૂમિ દ્વારકામાં મહત્વના એવા દ્વારકાધીશ મંદિર સુરક્ષાના મુખ્ય અધિકારી તેમજ સાથે સાથે જિલ્લામાં એસ.સી.-એસ.ટી. સેલ વિભાગના ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા સમીર સારડાએ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાબુદ બનાવી રાખવા સાથે સમગ્ર જિલ્લાની જનતામાં આદર ભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે કોવિડની વિકટ પરિસ્થિતિમાં નિયમોની અમલવારી કરવા સાથે આ પરિસ્થિતિ હળવી થતા દ્વારકાધીશ મંદિરમાં દર્શનાર્થે આવતા યાત્રાળુઓની સુવિધા તેમજ નિયમોની અમલવારીના પાલન વચ્ચે હોળી, ધુળેટી અને દિવાળીના તહેવારોમાં અલગ પ્રકારની દર્શન વ્યવસ્થા અહીં આવતા લાખો યાત્રાળુઓમાં ભારે પ્રસંશારૂપ બની હતી. ખાસ કરીને બહારથી આવતા યાત્રાળુઓ તેમજ દિવ્યાંગો માટે અલગ વ્યવસ્થા નમૂના રૂપ બની હતી. આ તમામ કામગીરી સમગ્ર રાજ્યમાં દ્વારકા માટે નોંધનીય અને ગૌરવ રૂપ બની રહી હતી.

થોડા સમય પૂર્વે ફક્ત રાજ્યના જ નહીં પરંતુ દેશભરમાં નમૂનારૂપ અને મહત્વના બની રહેલા બેટ-દ્વારકા તેમજ હર્ષદ-ભોગાત ખાતે કરવામાં આવેલા મેગા ઓપરેશન ડિમોલીશનના ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલનમાં રહી અને ડી.વાય.એસ.પી. સારડા દ્વારા કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટેનું માઇક્રો પ્લાનિંગ ફળદાયી અને પ્રસંશારૂપ બન્યું હતું. થોડા સમય પૂર્વે ભયાવહ એવા બીપરજોય વાવાઝોડામાં ગૃહ મંત્રી સહિતના નેતાઓ સાથે સંકલનમાં રહી અહીં લોકોને સુખાકારી તેમજ સલામતી માટે તેમના દ્વારા લેવામાં આવેલા પગલાં લોકો માટે અવિસ્મરણીય બની રહેશે.

આ ઉપરાંત તેમની એસ.સી.-એસ.ટી. સેલ વિભાગની કામગીરી તેમજ અન્ય કામગીરીમાં કાયદો અને વ્યવસ્થાના પાલનથી ફક્ત જિલ્લાના કે રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓમાં જ નહીં પરંતુ લોકોમાં પણ તેનું સ્થાન મુઠ્ઠી ઉચેરું બની રહ્યું હતું અને આમ જનતાએ તેમની કામગીરી બિરદાવી હતી.

આ તમામ બાબતોને ધ્યાનમાં લઇ અને તાજેતરમાં તેમને રાજ્ય પોલીસ વડા દ્વારા ડી.જી.પી. કમેન્ડેશન ડિસ્ક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આમ, છેલ્લા આશરે ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી વિવિધ ક્ષેત્રોમાં જિલ્લાનું નામ સમગ્ર રાજ્યમાં ઊંચું કરતા ડીવાયએસપી સમીર સારડાને વાંકાનેર વિભાગીય પોલીસ અધિકારી તરીકે મૂકવામાં આવ્યા છે. તેમની ખોટ દ્વારકા જિલ્લાને હંમેશા રહેશે તેવો સૂર પણ સાંભળવા મળી રહ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement