For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સિરપકાંડમાં DYSP કક્ષાની સીટની રચના, ભાજપ કોષાધ્યક્ષ સસ્પેન્ડ

06:51 PM Dec 09, 2023 IST | Bhumika
સિરપકાંડમાં dysp કક્ષાની સીટની રચના  ભાજપ કોષાધ્યક્ષ સસ્પેન્ડ

ખેડા જિલ્લાના બિલોદરા, બગડુ અને વડદલા ગામમાં આર્યુર્વેદિક સિરપમાં મિથાઇલ આલ્કોહોલ મિક્ષાત હોવાથી 5 વ્યકિતનાં મોત નિપજ્યા હતા. આ પાંચના મોત મામલે ડિવાયએસપી કક્ષાની સીટની રચના કરી છે. જોકે,રાજ્ય કક્ષાની સીટની રચના ન કરતા સવાલો સર્જાયા છે. આ કેસમાં કાલ મેઘા આસવ આર્યુર્વેદિક સિરપનું વેચાણ નડિયાદ તાલુકા ભાજપ કોપાધ્યક્ષ કિશન ઉર્ફે નારાયણ કરતો હોવાનું ખુલ્યું હતું. જેના પગલે આજે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખે કિશન ઉર્ફે નારાયણને સસ્પેન્ડ કર્યો છે. આ મામલે મોડી સાંજે નડિયાદ ભાજપ કોષાધ્યક્ષ સહિત પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

Advertisement

ખેડા જિલ્લામાં આર્યુવેદિક મેઘા આસવા નામની સી25 પીધા બાદ લઠ્ઠાકાંડ સર્જયો છે. આજે ખેડા જિલ્લા પોલીસ દ્વારા નડિયાદ ડિવિઝન DYSPવિમલ બાજપાઈની અધ્યક્ષતામાં SOGને ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીઆઇ અને મહેમદાવાદ પોલીસ સ્ટેશનના પીએસઆઇને સામેલ કરી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે.
અત્યાર સુધી આ સમગ્ર ઘટનાની તપાસ નડિયાદ રૂૂરલ પોલીસના ઈન્ચાર્જ પીઆઇ ડી.એન. ચુડાસમા કરતા હતા. ત્યારે જિલ્લા પોલીસ દ્વારા સીટની રચના કરાઈ છે. જોકે, આ સમગ્ર મામલે સીટની રચના સામે જ પ્રશ્નો ઉઠ્યા છે. આ સમગ્ર રેકેટ રાજ્ય સ્તરનું છે. જેના કારણે જ ઘટનાની જાણ થતા સ્ટેટ મોનિટરીંગ ટીમના રાજ્ય વડા અને રાજ્યના અન્ય જવાબદાર સ્થળ વિઝિટ માટે પહોંચી ગયા હતા.

આવા સંજોગોમાં આંત2રાજ્ય સ્તરનું આ રેકેટ જે ખેડા જિલ્લાના નડિયાદ ડિવિઝનમાં બહાર આવ્યુ છે. તે જ ડિવિઝનના પીએસઆઇની અધ્યક્ષતામાં સીટની રચના કેવી રીતે કરાઈ? તેમજ રાજ્ય સ2કા2નો ગૃહ વિભાગના સીધા નિરિક્ષણમાં કેમ સીટની રચના નથી કરાઈ તે પ્રશ્ન ઉદભવ્યો છે. તેમજ સ્થાનિક પોલીસ જેના હદ વિસ્તારમાં આ રેકેટ બહાર આવ્યુ છે, તે શું યોગ્ય તપાસ ક2શે? તે પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે. તેમજ શું આ સમગ્ર કૌભાંડ પર પડદો વાળી દેવા માટે સ્થાનિક પોલીસને તપાસ સોંપી દેવાઈ છે, તે પ્રશ્ન પણ મહત્વનો બન્યો છે. આ મામલે રાજ્ય સરકાર દ્વારા ગૃહ વિભાગના સીધા નિરિક્ષણ હેઠળ રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓની અધ્યક્ષતાવાળી સીટની રચના કરાય તેવી લોકમાંગ પ્રબળ બની છે. જ્યારે લઠ્ઠાકાંડમાં ભારતીય જનતા પાટીના નડિયાદ તાલુકા સંગઠનના કોષાધ્યક્ષ કિશન સાંકળભાઈ સોઢાનું નામ પ્રકાશમાં આવ્યું છે. આસમગ્ર મામલે આજે ભારતીય જનતા પાટીના જિલ્લા પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ એક્શન મોડમાં આવ્યા છે. તેમણે કિશન સોઢાને તાલુકાના સંગઠનમાં કોષાધ્યક્ષ પદ પરથી જિલ્લા બરતરફ કર્યા છે.

Advertisement

આ મામલે આજે મોડી સાંજે નડિયાદ તાલુકા ભારતીય જનતા પાટીનો કોષાધ્યક્ષ સહિત પાંચ વ્યકિત સામે ફરિયાદ નોંધાઇ છે. જેમાં યોગેશ પારૂૂમલ સિંધી ( રહે. નડિયાદ), નારાયણ ઉર્ફે કિશોરભાઇ સાકળભાઇ સોઢા ( નડિયાદ ભાજપ કોષાધ્યક્ષ) (રહે. જુના બિલોદરા, તા. નડિયાદ), ઇશ્વર સાકળભાઇ સોઢા (રહે. જુના બિલોદરા, તા,નડિયાદ,નિતીન કોટવાણી( રહે. વડોદરા શહેર) અને ભાવેશ સેવકાણી ( રહે. વડોદરા શહેર) સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement