ખંભાળિયામાં નિર્માણ પામેલા દ્વારકેશ કમલમને 6 એપ્રિલે ખુલ્લું મુકાશે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે ભાજપના સ્થાપના દિન તારીખ 6 એપ્રિલના રોજ ભૂમિ પૂજન પામેલા જિલ્લા ભાજપ કાર્યાલય નસ્ત્રશ્રી દ્વારકેશ કમલમનું લોકાર્પણ આગામી તારીખ 6 એપ્રિલના રોજ થનાર છે. તે પ્રસંગે પાર્ટીના નેતાઓ તેમજ આગેવાનો અને હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહેશે.
ખંભાળિયા નજીક દ્વારકા હાઈવે પર હજારો ફૂટની વિશાળ જગ્યામાં કરોડો રૂૂપિયાના ખર્ચે ખૂબ જ સુંદર અને સુવિધાસભર જિલ્લા ભાજપ કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કાર્યાલયને નસ્ત્રશ્રી દ્વારકેશ કમલમસ્ત્રસ્ત્ર નામ આપવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના તત્કાલીન જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલના વડપણ હેઠળ શરૂૂ થયેલા આ નિર્માણ કાર્યને હાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી તેમજ મહામંત્રીઓના સાથ સહકારથી સુપેરે સંપન્ન થયું છે. આ જિલ્લા કાર્યાલયનું લોકાર્પણ તારીખ 6 એપ્રિલના રોજ પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે કરવામાં આવશે.
આ કાર્યક્રમ રાજ્યના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, સંગઠન મહામંત્રી રત્નકરજી, પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, વિનોદભાઈ ચાવડા, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને સાંસદ પૂનમબેન માડમ તથા દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકની ખાસ ઉપસ્થિતિમાં ભવ્ય રીતે યોજવામાં આવ્યો છે.આ તમામ આયોજન માટે જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, જિલ્લા મહામંત્રી, મંત્રી તથા તેમની ટીમ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે.