જય દ્વારકાધીશ: દ્વારકામાં જગત મંદિરને સોળે કળાએ શણાગારાયું છે. જન્માષ્ટમી પર્વ ઉજવવા અહીં અત્ર, તત્ર અને સર્વત્ર ભાવિકોમાં અનેરો ઉત્સાહ દેખાઇ રહ્યો છે. દેવભૂમિ દ્વારકામાં જય દ્વારકાધીશના સતત નારા સાંભળવા મળી રહ્યા છે. જન્માષ્ટમી પર્વની જગતમંદિરે ધામધુમથી ઉજવણી કરવામાં ભાવિકોમાં થનગનાટ જોવા મળે છે.