દ્વારકાધીશ જગતમંદિર લાઇટિંગની રોશનીથી ઝળહળ્યું
યાત્રાધામ દ્વારકા ભગવાન શ્રીકૂષ્ણની દ્વારકામાં જન્માષ્ટમી ની તૌયારી ઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. શ્રીકૂષ્ણ જન્મોત્સવ ઉજવવા દ્વારકા નગરીએ શણગાર સજ્યા છે. દ્વારકાધીશજી જગતમંદિરે રોશનીના દિવ્ય શણગાર કરાયા છે. તે ઉપરાંત ઈસ્કોનગેટ, રબારીગેટ, સરકારી કચેરીઓ, હોટલો પણ લાઇટીંગથી ઝગમગી ઉઠી છે.
યાત્રાધામ દ્વારકામાં અગામી તા,26ના રોજ જન્માષ્ટમી ઉત્સવની ભવ્ય થી ભવ્ય ઉજવણી કરવા માટે તૌયારીઓને વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ અપાઇ રહ્યો છે. જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને જગતમંદિર અને દ્વારકા શહેર લાઇટીંગની રોશની થી શણગારવામાં આવ્યું છે. ભગવાન કુષ્ણની કર્મભુંમી અને ભારતના ચાર ધામ પૈકીનુ એકધામ અને સપ્તપુરીમાનું એક એવી શ્રીકુષ્ણની દ્વારકા નગરીમાં ભગવાન દ્વારકાધીશજીએ 100 વર્ષથી વધુ સમય વિતાવ્યો હતો. જગ વિખ્યાત દ્વારકાધીશજી મંદિરે જન્માષ્ટમીનું અનેરૂૂ મહત્વ હોવાથી અહિયા જન્માષ્ટમીના તહેવાર દરમ્યાન લાખો કૂષ્ણ ભક્તો કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે આવતા હોય કાયદો અને વ્યસ્થા તેમજ જરૂૂરીયાતો પુરી પાડવા વહીવટી તંત્રએ કમર કસી છે. દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષ પણ જગત મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. ઉપરાંત જગત મંદિર પટાગણમાં આવેલ અન્ય 16 મંદિરો પણ લોઇટીંગ ડેકોરેશનથી શણગારવામાં આવ્યા છે.