દ્વારકા: પાનેલી ગામે નદીમાં ફસાયેલા 3 લોકોની વ્હારે આવ્યા સૈનિકો, હેલિકોપ્ટરથી કરાયું દિલધડક રેસક્યૂ, જુઓ વિડીયો
સૌરાષ્ટ્રમાં મેઘરાજા ઓળઘોળ થઈને વરસી રહ્યા છે. ત્યારે દ્વારકામાં આજે ફરી જળબંબાકાર થયો છે. કલ્યાણપુરમાં પણ અભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાય હતી. કલ્યાણપુર તાલુકાના વાડી વિસ્તારમાં ભારે વરસાદી પાણી ભરાઈ ગયા હતાં. જેના પગલે અનેક લોકો પાણીના પ્રવાહ વચ્ચે ફસાઈ ગયા હતા. જેઓનું હેલિકોપ્ટરથી દિલધડક રેસ્ક્યૂ કરાયું હતું.
https://www.facebook.com/watch/?v=889506663014072
દ્વારકાના પાનેલી ગામની નદીમાં ત્રણ લોકો ફસાયા હતા. સ્થાનિક નદીમાં ઘોડા પૂર આવવાને લઈ આ લોકો ફસાયા હતા. જેમને બચાવવા માટે એનડીઆરએફની પણ મદદ લેવામાં આવી હતી. પરંતુ આ ત્રણ લોકોને બચાવવા મુશ્કેલ થતા આખરે જામનગરના સાંસદ પૂનમ માડમ દ્વારા તંત્ર સાથે વાત કરવામાં આવી હતી. ત્યારબાદ હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેની મદદથી રેસક્યૂ કરીને તે ત્રણેય લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. ક્લેકટર પણ જણાવ્યું હતુ, કે હવે કોઈ વ્યક્તિ ફસાયેલ નથી. 11 લોકો ફસાયેલા હોવાનું જણાતા તે તમામને રેસક્યૂ કરી લેવામાં આવ્યું હતુ.