રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દ્વારકા જિલ્લા પોલીસ બની વધુ હાઇટેક ... ફિશિંગ બોટ માટે ક્યુ.આર. કોડ શરૂ કરાયા

06:26 PM Mar 15, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

 

દેવભૂમિ દ્વારકા જિલ્લાનો દરિયા કાંઠો વિશાળ અને ખૂબ જ સંવેદનશીલ બની રહ્યો છે. ત્યારે જિલ્લા પોલીસ દ્વારા ટેકનોલોજી સાથે કદમ મિલાવીને અહીં રહેલી તમામ ફીશિંગ બોટને એક ખાસ ક્યુ.આર. કોડ મારફતે સાંકળી લઇ, સુરક્ષા તેમજ સલામતી તરફ મહત્વનું પગલું માંડ્યું છે.રાજ્યમાં સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અગાઉ દેશદ્રોહી પ્રવૃત્તિઓ તેમજ હેરાફેરીના અનેક બનાવો પ્રકાશમાં આવ્યા હતા. આને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના તથા માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં આ અંગે મહત્વના પગલાંઓ લેવામાં આવ્યા છે. જિલ્લાની કોસ્ટલ સિક્યુરિટી વ્યવસ્થાના મહત્વના મુદ્દે પોલીસ તંત્ર દ્વારા જિલ્લાના દરિયામાં માછીમારી કરતા ફિશિંગ બોટના સંચાલકો માટે ખાસ ક્યુ.આર. કોડ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.

આ અંગેની માહિતી આપતા એ.એસ.પી. રાઘવ જૈનએ જણાવ્યું હતું કે દરિયાઈ સુરક્ષાના હેતુથી જિલ્લા પોલીસ દ્વારા ઓપરેશન "ટિક" (TICK)નું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે. જેમાં ટ્રેસિંગ આઇડીફીકેશન બારકોડિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા સહિતના તમામ દરિયાઈ વિસ્તારોમાં ફિશિંગ માટે જતી માછીમારી બોટમાં ક્યુ.આર. લગાવવામાં આવશે.

આ ક્યુ.આર. કોડમાં દરેક બોટના માલિકનું નામ, રજીસ્ટ્રેશન નંબર મોબાઈલ નંબર, સહિતની પ્રાથમિક વિગતો વિગેરે વિગત પ્રાપ્ય બની રહેશે. આટલું જ નહીં આ સ્કેનર ઓફ લાઇન પણ ચાલી શકશે. જેના કારણે મધદરિયે ક્યાંય પણ બોટ જાય તો અહીં ઇન્ટરનેટ વગર બોટને લગતી તમામ માહિતી મળી રહે.આટલું જ નહીં, મરીન પોલીસ, કોસ્ટ ગાર્ડ, નેવી, વિગેરે સરકારી એજન્સીઓ આ ક્યુ.આર. કોડના સ્કેનર મારફતે બોટને લગતી તમામ માહિતી મેળવી શકશે. થોડા સમય પૂર્વે અહીંના દરિયામાં અન્ય વિસ્તારની બોટના માછીમારો દ્વારા લોકલ ટોકન મેળવ્યા વગર ગેરકાયદેસર રીતે મુવમેન્ટ થતી હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. પરંતુ જે-તે સમયે કોઈ નક્કર સિસ્ટમ ન હતી.

આ સ્કેનર સાથે પોલીસ દ્વારા લોકલ સ્ટેમ્પ પણ લગાવવામાં આવશે. જેના કારણે પોલીસને કોઈ પણ દુર્ઘટના કે બીન વારસુ બોટ તેમજ શંકાસ્પદ હિલચાલ સહિતની માહિતી આ સિસ્ટમથી મળી રહેશે. આ અંગેની વધુ વિગત આપતા એ.એસ.પી. જૈનએ જણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ દરિયાઈ વિસ્તારોમાં ખૂબ મોટી સંખ્યામાં ફિશિંગ બોટ ચાલી રહી છે. ત્યારે આગામી એકાદ માસમાં સંભવતઃ દરેક માછીમારી બોટ પર આ પ્રકારના ક્યુ.આર. કોડ લગાવવામાં આવશે. જે સામાન્ય વાહનના નંબર પ્લેટની જેમ કામ કરશે.આમ, આ નવી ક્યુ.આર. કોડ, સ્કેનર તેમજ લોકલ સ્ટેમ્પની સિસ્ટમથી પોલીસ ઉપરાંત અન્ય તપાસ એજન્સીઓને પણ ગેરકાયદેસર રીતે દરિયાઈ ગતિવિધિઓ તેમજ હેરાફેરીના બનાવ ઉપર કાબુ મેળવવામાં સહાયતા મળી રહેશે.

Tags :
Dwarkadwarka newsdwrka policegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement