બોટાદના જનડા ગામે ડિમોલિશન દરમિયાન મહિલાએ ઝેરી દવા ગટગટાવી લેતા દોડધામ
એક મહિલા જેસીબી આડે સૂઇ ગઇ, ત્રણ સામે ફરજમાં રુકાવટનો ગુનો
બોટાદ જિલ્લાના ગઢળા તાલુકાના ગઢડા (સ્વામીના) તાલુકાના જનડા ગામે રસ્તા પરના દબાણો હટાવવાની કામગીરી દરમિયાન બે મહિલાઓએ બઘાડાટી બોલાવી એકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ભારે સનસનાટી મચીજવા પામેલ છે. બીજી એક મહિલાએ જેસીબી આડે સુઇ જઇ ડિમોલિશન અટકાવી દીધુ હતુ. આ બારામાં ગઢડા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર કુલદિપસિંહ સોલંકીએ બે મહિલા તથા એક પુરૂષ સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ પણ નોંધાવેલ છે.
ગઢડા મામલતદારે જમીનમાં રસ્તો ખુલ્લો કરાવવાનો હુકમ કરાતા સર્કલ ઓફિસર પોલીસ બંદોબસ્ત સાથે ગયાં હતાં. તંત્ર દ્વારા રસ્તો ખુલ્લો કરાવવાની કામગીરી શરૂૂ કરવામાં આવતા ત્રણેય શખ્સોએ કામગીરી અટકાવી હતી.જેમાં ભાવનાબેન નામની મહિલાએ જેસીબી નીચે સૂઈને કામગીરી અટકાવી તો કોમલબેને ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો.
આ ઘટના બાદ પોલીસની ગાડીમાં મહિલાને સારવારઅર્થે પહોંચાડવામાં આવી હતી. સમગ્ર મામલે સર્કલ ઓફિસર કુલદિપસિહ મહેન્દ્રસિહ સોલંકીએ ત્રણ વિરૂૂધ્ધ ફરીયાદ નોંધાવતા ગઢડા પોલીસે દિલીપભાઈ મોહનભાઈ ઈટાળીયા, કોમલબેન ઈટાળીયા, ભાવનાબેન ઈટાળીયા વિરૂૂધ્ધ કલમ ફરીયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.