શહેરમાં ડુપ્લિકેટ દૂધ વેચાણની આશંકા: ફૂડ વિભાગે 15 નમૂના લીધા
19 ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ 10 નમૂનાની સ્થળ ઉપર તપાસણી, 8 ધંધાર્થીઓને લાઇસન્સ અંગે અપાઈ નોટિસ
રાજકોટ શહેરમાં બહારથી આવતા લૂઝ દૂધમાં મોટીભેળસેળ તેમજ ડુપ્લીકેટ દૂધ શહેરમાં પધરાવાતું હોવાનું અનેક વખત બહાર આવ્યું છે. આથી ઉનાળાની શરૂઆત થતાં જ લેભાગુ તત્વો દ્વારા ડુપ્લીકેટ દૂધનું વેચાણ કરવાની પેરવી કરાતી હોવાનું ધ્યાનમાં આવતા ફૂડ વિભાગે સતત બીજા દિવસે પણ ડેરી ફાર્મમાં ચેકીંગ હાથ ધરી 15 સ્થળેથી લુઝ દૂધના સેમ્પલ લઈ લેબમાં મોકલી આપ્યા હતાં. તેમજ 19 ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ચકાસણી કરી 10 ખાદ્યપદાર્થનું સ્થળ ઉપર નિરિક્ષણ કરી 8 ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ અંગે નોટીસ ફટકારી હતી.
ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના બજરંગવાડી હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલ (01)જય સિયારામ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)જોગી ઘૂઘરા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)સંધ્યા મદ્રાસ કાફે - લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)ચામુંડા ભેળ સેન્ટર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)તડકા ચાઇનીઝ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)જલારામ વડાપાઉં -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)એ-વન દાલબાટી - લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)સિધ્ધી વિનાયક દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ હતી. તથા (09)એચ એસ વડાપાઉં (10)શ્રી શિવશક્તિ ચાઇનીઝ (11)ઓમ પનીર સૂરમાં (12)જય ખોડિયાર ચાઇનીઝ (13)રાધેશ્યામ ચાઇનીઝ (14)જય ગણેશ મદ્રાસ કાફે (15)કચ્છી દાબેલી (16)તિરૂૂપતી મદ્રાસ કાફે (17)ગણેશ પાઉંભાજી (18)અખિયા ચાઇનીઝ (19)એમ જી એમ પાઉંભાજીની ચકાસણી કરવામાં આવેલ હતી.
15 સ્થળેથી દૂધના સેમ્પલ લેવાયા
ભેંસનું દૂધ (લુઝ): સ્થળ- રાધેશ્યામ ડેરી ફાર્મ, પેડક રોડ, મિક્સ દૂધ (લુઝ): સ્થળ- શ્રી રામ ડેરી ફાર્મ, પેડક રોડ, મિક્સ દૂધ (લુઝ): સ્થળ- અવધ સ્વીટ ફળા; ડેરી ફાર્મ, મિક્સ દૂધ (લુઝ): સ્થળ- શ્રી ન્યુ પટેલ ડેરી ફાર્મ, ક્રિસ્ટીલ સિટી, કુવાડવા રોડ, મિક્સ દૂધ (લુઝ): સ્થળ- જાગનાથ ડેરી ફાર્મ, જલારામ કોમ્પેલેક્ષ, મિક્સ દૂધ (લુઝ): સ્થળ- હરભોલે ડેરી ફાર્મ, હનુમાન મઢી ચોક, રૈયા રોડ, ભેંસનું દૂધ (લુઝ): સ્થળ- શ્રી ગાયત્રી ડેરી ફાર્મ, રામેશ્વર પાર્ક મેઇન રોડ, ગાયનું દૂધ (લુઝ): સ્થળ- આકાશ ડેરી ફાર્મ, એ-7, રવિ રેસિડેન્સી, ભેંસનું દૂધ (લુઝ): સ્થળ- શ્યામ ડેરી ફાર્મ, ધરમનગર શોપિંગ સેન્ટર, મિક્સ દૂધ (લુઝ): સ્થળ- ઘનશ્યામ ડેરી ફાર્મ, વસંતવાટિકા, અંબિકા ટાઉનશીપ, મિક્સ દૂધ (લુઝ): સ્થળ- જય યોગેશ્વર ડેરી ફાર્મ, કસ્તુરી રેસિડેન્સી, જીવરાજ પાર્ક, મિક્સ દૂધ (લુઝ): સ્થળ- શ્રી મહેશ વિજય ડેરી ફાર્મ, કેનાલ રોડ, મિક્સ દૂધ (લુઝ): સ્થળ- વિશાલ ડેરી ફાર્મ, મંગળા મેઇન રોડ, મિક્સ દૂધ (લુઝ): સ્થળ- શિવ શક્તિ ડેરી ફાર્મ, રામકૃષ્ણ આશ્રમ મેઇન રોડ, મિક્સ દૂધ (લુઝ): સ્થળ- શ્રી ગાયત્રી ડેરી ફાર્મ, વિદ્યાનગર મેઇન રોડ સહિત 15 સ્થળેથી દૂધના સેમ્પલ લઈ લેબમાં મોકલવામાં આવ્યા હતાં.