ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ડમ્પર ચાલકે ઠોકર મારતા પિકઅપ વાને અડફેટે લેતા ઓટલે બેઠેલા યુવાનનું મોત

12:45 PM Jul 10, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

ભાયાવદરના આંબેડકર ભવન પાસે મંગળવારે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં ડમ્પરે ઠોકરે લેતાં એક પીકઅપ વાન પલટી હતી અને દુકાનના ઓટલે બેઠેલા બે યુવાન પર વાન ખાબકી હતી. આ ઘટનામાં એક યુવાનનું ગંભીર ઇજાથી મોત નીપજ્યું હતું જ્યારે એકને ઇજા પહોંચી હતી.

ભાયાવદરમાં આંબેડકર ભવન પાસે આવેલી મેઘવાળ સેવા સમાજની ઓફીસ પાસે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો અને નિર્દોષ યુવાને જીવ ખોવો પડ્યો હતો જ્યારે એકને ઇજા પહોંચી હતી.

ભાયાવદરમાં નવા બસ સ્ટેન્ડ પાછળના રોડ અને મેઘવાળ સમાજ નજીક એક અશોક પિકઅપ વાહન સાઈડમાં ઉભું હતું ત્યારે પુરપાટ ઝડપે ડમ્પર ચાલકે ધસી આવીને આ ઉભેલી પીકઅપ વાનને જોરદાર ટક્કર મારી હતી ત્યારે બાજુમાં ઓટલા ઉપર બેઠેલાં બે યુવાન ઉપર આ વાહન પડ્યું હતું અને તેમાં બન્ને યુવાન દબાઇ ગયા હતા. જેમાં નરેશ દાનાભાઈ ચૌહાણ નામના યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે મુન્ના મંગાભાઈ સોંદરવા નામના યુવાનને સામાન્ય ઇજા પહોંચી હતી અને તેને સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ધસી આવ્યો હતો અને ડમ્પરના ચાલકની ધરપકડ કરી લોકઅપમાં ધકેલ્યો હતો. આ મામલે ભાયાવદર પોલીસમાં ગુનો નોંધવામા આવ્યો હતો.

Tags :
accidentdeathgujaratgujarat news
Advertisement
Advertisement