બોટાદમાં સરકારી ગાડીને ટક્કર મારી ડમ્પરચાલકે રોડ ઉપર કપચી ઢોળી નાખી
બોટાદમાં ખનીજ ચોરી કરતો ડમ્પર ચાલક રસ્તા પર કપચી નાખી ફરાર થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ડમ્પર ચાલક કપચી રસ્તા પર નાંખીને ફરાર થઈ ગયો હતો. 8 કલાક કરતા વધુ સમયથી કપચી રસ્તા પર પડી રહેતા વાહનચાલકો પરેશાન થયા હતા. ડમ્પર ચાલક રોયલ્ટી વગર ખનીજ વહન કરતો હતો. ખાણ-ખનીજ વિભાગની ટીમ દ્વારા રોકવામાં આવતા ગાળો ભાંડી, ધમકી આપી ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો.
બોટાદમાં ખાણ-ખનીજ વિભાગની ટીમને ડમ્પર ચાલક દ્વારા ટક્કર મારવાની ઘટના સામે આવી છે. ખાણ-ખનીજ વિભાગની ટીમે રોયલ્ટી પાસ વગર ખનીજ વહન કરતા ડમ્પરને પ્રયાસ કરતા જ આ બનાવ બન્યો હતો. ડમ્પર ચાલક સહિત બે શખ્સોએ ખનીજ વિભાગની ટીમને બિભત્સ ગાળો બોલી ધમકી આપી હતી. બોટાદના પાળીયાદ રોડ પર ડમ્પર ચાલકે ખાણખનીજની ગાડીને બે વાર ટક્કર મારી ખનીજ (કપચી) રસ્તા પર ઠાલવી ફરાર થઈ ગયો હતો.
ખનીજ વિભાગ દ્વારા ડમ્પર ચાલક વિરુધ ફરજમાં રૂૂકાવટ તથા બેફિકરાઈથી વાહન ચલાવવા સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે. રસ્તા પર ખનીજ(કપચી) નાખ્યાને આઠ કલાક કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં તે હજુ પણ ત્યાં જ પડી છે, જેથી વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. વાહનચાલકો દ્વારા રસ્તા પર પડેલી કપચી(કપચી) ને તાત્કાલિક હટાવવાની માંગ કરવામાં આવી રહી છે.