For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગાંધીનગરમાં એરફોર્સની પરીક્ષા આપવા આવેલો મહારાષ્ટ્રનો ડમી યુવાન પકડાયો

04:55 PM Jul 31, 2024 IST | admin
ગાંધીનગરમાં એરફોર્સની પરીક્ષા આપવા આવેલો મહારાષ્ટ્રનો ડમી યુવાન પકડાયો

સિલેક્શન બોર્ડના અધિકારી દ્વારા સેકટર-21માં પોલીસ ફરિયાદ

Advertisement

ગાંધીનગરના સેકટર-25 એરફોર્સ સિલેકશન બોર્ડ ખાતેના પરીક્ષા કેન્દ્રમાં ડુપ્લીકેટ એડમીટ કાર્ડનાં આધારે ની રાષ્ટ્રીય રક્ષા અકાદમી તથા નૌસેના અકાદમીની પરીક્ષા આપવા આવેલા મહારાષ્ટ્રનાં યુવકનો ભાંડો ફૂટી જતાં સેકટર-21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર સેકટર-25 એરફોર્સ સિલેકશન બોર્ડમાં કોર્પોરર તરીકે નોકરી કરતા મોહિત પટેલે ફરિયાદ નોંધાવી છે કે, ગઈકાલે યુ.પી.એસ.સી.ની રાષ્ટ્રીય રક્ષા અકાદમી તથા નૌસેના અકાદમી પરીક્ષાની સર્વિસ સિલેકશન બોર્ડની પરીક્ષા હતી. જે પરીક્ષા સમ્રગ ભારતના અલગ અલગ રાજયમા અલગ અલગ કેન્દ્રો ઉપર હતી. જે પૈકી એક કેન્દ્ર એરફોર્સ સિલેક્શન બોર્ડ ખાતે પણ છે. ગઈકાલે ફરજનાં ભાગરૂૂપે મોહિત પટેલ ગેટ ઉપર આઇ.ડી.પ્રુફ તથા કોલલેટર ચેક કરી 30-40 ના ગ્રુપમાં ઉમેદવારોને પ્રવેશ કામગીરી કરી રહ્યા હતા.

Advertisement

બાદમાં તેઓ કોલ ઓફ સેલની ઓફિસમા ગયા હતા. જ્યાં વિભાગના અધિકારીઓ સાથે એક ઉમેદવાર હાજર હતો. જે અંગે માલુમ પડયું હતું કે, પરીક્ષા આપવા આવેલ ઉમેદવારનું નામ ઓમ ભગવંત યેવલે (ઉ.વ.19 રહે. 565, વાની ગલી, બાલાજી રોડ, ધરણગાંવ, જી.જલગાવ, મહારાષ્ટ્ર) છે. જેણે તેના અગાઉના એડમીટ કાર્ડમા હાલની પરીક્ષા પોતે પાસ થયેલન હોવા છતા પાસ થયેલ ઉમેદવારનો બેઠક નંબર એડીંટીંગ કરી ખોટુ એડમીટ કાર્ડ કોલ લેટર બનાવી અંદર પ્રવેશ મેળવી લીધો હતો. જેનું ઓનલાઇન ચેકીંગ કરતા અન્ય કોઈ સાચા વિદ્યાર્થીનાં નામે એડમીટ કાર્ડ કોલ લેટર બનાવવામાં આવ્યો હોવાનું વધુમાં જાણવા મળ્યું હતું. જેનાં પગલે ફરીયાદ આપતા સેકટર-21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement