રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

માળિયા મિયાણા આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ સુપ્રિ.ના ત્રાસથી ડ્રેસરે ઘેનની ગોળીઓ ખાઇ લીધી

04:43 PM Mar 15, 2024 IST | Bhumika
Advertisement

માળીયા મિયાણા આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરતી યુવતીને ફરજમાં ન આવતી કામગીરી કરાવીને ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા ત્રાસ અપાતો હોવાનાં આક્ષેપો નવા છે. આવા કારણસર યુવતિએ 40 થી 50 જેટલી વધુ પડતી ઉંઘની ટીકડી ખાઇ જતાં તેણીને વધુ સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં દાખલ કરાઇ છે.બીજીબાજુ સારવાર હેઠળ રહેલી અસરગ્રસ્ત યુવતિના વાલીઓ અને જાગૃતોએ આજે સિવિલ હોસ્પીટલ ખાતે માળીયા મીયાણા આરોગ્ય કેન્દ્રનાં ઇન્ચાર્જ મહીલા સુપ્રિન્ટેન્ડેન્ટ સામે બળાપો કાઢી તેમની સામે પગલા ભરવાના સુત્રોચ્ચાર કરી આઇજી સમક્ષ રજુઆત માટે જવાની ચિમકી આપી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મુળ જુનાગઢ હાલ આરોગ્ય કેન્દ્ર કવાર્ટસ, માળીયા મિયાણા રહેતી હેતલબેન વિજયભાઇ પરમાર (ઉ.20) એ ગઇ તા.12ના રોજ રાત્રીના 9 વાગ્યે સીએમસી કવાર્ટરમાં ઉંઘની વધુ પડતી ગોળીઓ ખાઇ લેતા તેણીની હાલત બગડી હતી.

Advertisement

હાલ શહેરની સિવિલ હોસ્પીટલમાં હેતલને દાખલ કરાઇ છે. બીજીબાજુ હેતલનાં વાલીઓએ આક્ષેપો કર્યા હતા કે હેતલ માળીયા મિયાણા આરોગ્ય કેન્દ્રમાં નર્સિંગ સ્ટાફમાં ડ્રેસર તરીકે કોન્ટ્રાકટ બેઇઝ પર નોકરી કરે છે.હવે દર્દીઓના ડ્રેસીંગની સાથે સાથે ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.નિશા ભિમાણી દ્વારા ટાંકા લેવાની પણ ફરજ પાડીને ત્રાસ અપાય છે. અગાઉ પણ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં પગાર કાપી લેવાયો હતો. વાલીઓએ રોષભેર આક્ષેપ કર્યો કે હેતલનો વાંક ન હોવા છતાં માફી માંગી હતી. છતાં તેણીને નોકરીમાંથી છુટ્ટી કરી દેવાઇ છે.
આ બાબતે ન્યાય મેળવવા સમાજનાં આગેવાનોને ભેગા કરી રેન્જ આઇજીને રજુઆત કરવા જવાશે તેવી હેતલનાં પિતાએ ચિમકી આપી છે.

Tags :
gujaratgujarat news
Advertisement
Next Article
Advertisement