ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કારમી ગરમીના કારણે શાળાનો સમય સવારે 7.15થી બપોરના 12.15 સુધીનો કરાયો

03:40 PM Apr 05, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

રાજકોટ સહીત રાજયભરમાં આકરો તાપ પડી રહ્યો છે. તાપમાન 44 ડિગ્રીએ પહોંચ્યુ હોવાથી લોકોના આરોગ્ય પર અસર થઇ રહી છે અને હિટવેવની આગાહીના પગલે રાજકોટ જિલ્લાની બપોરની શાળાઓનો સમય સવારે 7.15 થી બપોરના 12.15નો કરવામાં આવ્યો છે.

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હિટેવેવની આગહી કરવામાં આવી છે. જેના પગલે શિક્ષણ વિભાગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર લખી તકેદારીના પગલાં લેવા સૂચના આપી છે. જેમાં ખુલ્લામાં વર્ગો ન યોજવા તેમજ શાળાના સમયમાં જરૂૂરિયાત મુજબ ફેરફાર કરવા માટે પણ આદેશ આપ્યો છે.

પરિપત્રમાં જણાવ્યું કે, નસ્ત્રગુજરાત હિટવેવ એકશન પ્લાન- 2025‘સ્ત્ર મુજબ કાર્યવાહી હાથ ધરવા તથા ખાસ હિટવેવને સાયલન્ટ ડિઝાસ્ટર તરીકે ગણવામાં આવતું હોઇ ખાસ તકેદારીના પગલાં લેવા જણાવેલ. જેમાં (1) તમામ શાળાઓમાં શિક્ષકોની મદદથી બાળકોને હિટવેવ. તેની અસરો અને તેનાથી બચવાના ઉપાયો વિશે સમજણ આપવી. (2) ઉનાળા દરમ્યાન કોઇ ઓપન-એર વર્ગો હાથ ધરવાના રહેશે નહીં. (3) ગરમીની સીઝનમાં શાળાના સમથમાં જરૂૂરીયાત મુજબ ફેરફાર કરવામાં આવે.

ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ કપડા પહેરવા, માથા પર ટોપી પહેરવી, આંખો પર ચશ્મા પહેરવા, માથા પર તડકો ના પડે તે રીતે છત્રીનો ઉપયોગ કરવો, ભીના સુતરાઉ કપડાથી માથું ઢાંકી રાખવું, જરૂૂર જણાય તો ભીના કપડાથી શરીરને અવારનવાર લુછવાની આદત કેળવવી, સૂર્ય પ્રકાશ સીધો આવે તેવો હોય તેનાથી બચવું, અને દિવસ દરમ્યાન ઝાડ નીચે, ઠંડક અને છાંયાવાળા સ્થળમાં રહેવું.

બાળકોને ખુલ્લા ખોરાક નહીં ખાવા સુચન
દિવસ દરમ્યાન વધુ પ્રમાણમાં પાણી, લીંબુ શરબત, નારીયેળીના પાણી, ઓ.આર.એસનું દ્રાવણ પીવાની આદત કેળવવી, નાના બાળકો તડકામાં વિશેષ કાળજી રાખવી જરૂૂરી છે. ગરમીના દિવસોમાં બજારમાં મળતા ખુલ્લા વાસી ખોરાક ખાવા નહીં, સામાજિક પ્રસંગો હોય ત્યારે દૂધ માવામાંથી બનાવવામાં આવેલા ખાધપદાર્થો ખુલ્લા કે વધુ સમય પડતર રહ્યા હોય તો ખાવા નહી.

Tags :
gujaratgujarat newsheatschool timestudentsSummer
Advertisement
Next Article
Advertisement