For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નો હોકિંગ ઝોન મુદ્દેે વેપારીઓના આંદોલનના પગલે જામ્યુકોનું તંત્ર દોડતું થયું

12:20 PM Aug 09, 2024 IST | Bhumika
નો હોકિંગ ઝોન મુદ્દેે વેપારીઓના આંદોલનના પગલે જામ્યુકોનું તંત્ર દોડતું થયું
Advertisement

જામનગરના દરબારગઢ - બર્ધનચોકથી માંડવી ટાવર સુધીના વિસ્તારમાં ટ્રાફિક જામની ભારે સમસ્યા રહેછે, અને સુપ્રીમ કોર્ટ ના નો હોકિંગ ઝોનના આદેશ નો પણ ઉલાળીયો કરીને અનેક રેકડી પથારા વાળાઓ દબાણ કરીને પડ્યા પાથર્યા રહે છે, જેના કારણે સ્થાનિક વેપારીઓને અનેક પ્રકારના સંઘર્ષ થાય છે.

દરમિયાન તાજેતરમાં જામનગરના બર્ધનચોકના તમામ વેપારીઓ દ્વારા પોતાના વેપાર ધંધા બંધ રાખીને પનો હોકિંગ જોનથની અમલવારી કરાવવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેના પ્રત્યાઘાત રૂૂપે આજે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ દોડતી થઈ હતી, અને નો હોકિંગ ઝોન ની અમલવારી નો પ્રારંભ કરાવ્યો હતો.

Advertisement

એસ્ટેટ શાખાની જુદી જુદી ચાર ટુકડીઓ પોલીસ બંદોબસ્તની સાથે બર્ધન ચોક સહિતના વિસ્તારમાં પહોંચી હતી, અને બે ટ્રેક્ટર ભરીને રેકડી- પથારા સહિતનો માલ સામાન જપ્ત કરી લીધો હતો, અને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. જેના કારણે આજે ઉપરોક્ત વિસ્તારમાંથી સીટી બસ તેમજ એસટી બસ આરામથી પસાર થઈ શકી હતી, તેમજ સ્થાનિક વેપારીઓએ પણ થોડી રાહત અનુભવી હતી. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી અનવર ગજ્જણના જણાવ્યા અનુસાર દરબારગઢ સર્કલ થી માંડવી ટાવર સુધીના વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ અવિરત ચાલુ રાખવામાં આવશે, અને આસપાસની શેરી ગલીઓમાં પણ જો કોઈ રેકડી પથારા વાળા દબાણ કરી રહેલા નજરે પડશે, તો તેઓનો માલ સામાન જપ્ત કરી લેવામાં આવશે.

ટ્રાફિકને અડચણરૂપ શાકભાજી અને ફ્રુટની 22 લારી કબજે કરાઈ
જામનગરમાં દરબારગઢ સર્કલ થી સુભાષશાક માર્કેટ સુધીના વિસ્તારમાં શાક બકાલા ના રેકડીધારકો દ્વારા આડેધડ રેકડીઓ ઉભી રાખીને ટ્રાફિક જામ ની સમસ્યા સર્જી રહ્યા છે, તેવી અનેક ફરિયાદો ઉઠવા પામી હતી. જેને લઈને આજે સિટી એ.ડિવિઝનના પી.આઈ. એન.એ. ચાવડા ની આગેવાની હેઠળ સિટી એ.ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી. સ્ટાફ તેમજ દરબારગઢ પોલીસ ચોકીના સ્ટાફ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરબારગઢ સર્કલથી સુભાષ શાક માર્કેટ સુધીના વિસ્તારમાં જાહેર રસ્તામાં અડચણ રૂૂપ હોય તેવી 22 જેટલી ફ્રૂટ અને શાકભાજીની રેકડી જપ્ત કરી લઈ દરબાર ગઢ પોલીસ ચોકી પાસે ખડકી દેવામાં આવી હતી. પોલીસ તંત્રની આ કામગીરીને લઈને રેકડી પથારાવાળાઓમાં ભારે નાશ ભાગ મચી ગઇ હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement