ક્ષત્રિય સમાજના જનસૈલાબથી ટ્રાફિક પોલીસને વ્યવસ્થામાં પરસેવો છૂટી ગયો
- ટ્રાફિક જામના કારણે લાખો લોકો સભા સ્થળે પહોંચી શક્યા નહીં, બેડી ચોકડીએ મોડી રાત સુધી ટ્રાફિક જામ રહ્યો
રાજકોટ નજીક રતનપુર ખાતે લોકસભાના ઉમેદવાર પરસોતમ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગણી સાથે ક્ષત્રિય સમાજ દ્વારા યોજવામાં આવેલા અસ્મિતા મહાસંમેલનમાં રાજ્યભરમાંથી લાખો લોકો ઉમટી પડ્યા હતાં. આમ છતાં કોઈ અંધાધુંધી કે આરાજકતા સર્જાઈ નહોતી પરંતુ રાજકોટની ભાગોળે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા લાખો લોકો મહાસંમેલન સુધી પહોંચી શક્યા નહોતા.
રાજકોટના રતનપુર ખાતે ક્ષત્રિય સમાજના અસ્મિતા મહાસંમેલનમાં હજારો લક્ઝરી બસ અસંખ્ય ફોર વ્હીલ વાહનોમાં લાખો લોકો ઉમટી પડતા રાજકોટના રાજમાર્ગો પર ટ્રફિકની આરાજકતા સર્જાઈ હતી. મોરબી રોડ, બેડી ચોકડી, 150 ફુટ રીંગરોડ, માધાપર ચોકડી સહીતના સ્થળોએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા
બપોરના ત્રણ વાગ્યાથી લઈને રાત્રીના 12 વાગ્યા સુધી ટ્રાફિક જામ ક્લીયર કરાવતા શહેર પોલીસ અને ટ્રફિક બાંચના જવાનોને પરસેવો છુટી ગયો હતો.
રાજ્યના ખુણે ખુણેથી અને મુંબઈ સહિતના મહાનગરોમાંથી અશંખ્ય લોકો મહારેલીમાં ઉમટી પડ્યા હતા જેમાં લાખો લોકો રાત્રીના 8 વાગ્યા સુધી ટ્રાફિકજામમાં ફસાઈ જતા સભા સ્થળ સુધી પહોંચી શક્યા નહોતા.એટલું જ નહીં અમુક આગેવાનો પણ પોતાની ફોર વ્હીલ કાર સભા સ્થળેથી પાંચ-પાંચ કિ.મી. દૂર મુકી પગપાળા સભા સ્થળે પહોંચ્યા હતા.