રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રોડના અભાવે પ્રસૂતાને ઝોળીમાં નાખી પાંચ કિ.મી. દૂર લઇ જવાઇ; હાઇકોર્ટ લાલઘૂમ

11:16 AM Oct 05, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

હાઈકોર્ટમાં જજ બીરેન વૈષ્ણવ અને નીશા ઠાકોરની બેન્ચ દ્વારા ગત 2 ઓક્ટોબરના અખબારી અહેવાલને આધારે સુઓમોટો અરજી દાખલ કરવામાં આવી છે. જજ બીરેન વૈષ્ણવે કોર્ટમાં કહ્યું હતું કે, તેમના માથા આ સમાચાર વાંચીને શરમથી ઝૂકી ગયા છે. મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીના જન્મદિને દિવ્ય અખબારીમાંં અહેવાલ આવ્યો હતો કે, આદિજાતિના જિલ્લા છોટાઉદેપુરના તુરખેડા ગામે એક મહિલાને પ્રસવ પીડા ઉપડતા તેને ઝોળીમાં નાખીને પરિવારના લોકો ચાલતા 5 કિમી દૂર લઈ જતાં હતાં. જ્યાં 108 એમ્બ્યુલન્સ આવવાની હતી.ત્યાંથી 108 મહિલાને પ્રાથમિક સારવાર કેન્દ્ર ખાતે લઈ જવાની હતી જે 25 કિમી દૂર હતું, પરંતુ રસ્તામાં જ મહિલાને પ્રસુતિ થઇ તેને દીકરીને જન્મ આપ્યો અને મૃત્યુ પામી. આ તેની છેલ્લી યાત્રા બની રહી છે. આ ગામડામાં પ્રાથમિક સારવાર કેન્દ્ર અને રોડ જેવી પાયાની મૂળભૂત સુવિધાઓ નથી. આ ગામડામાં ત્રીજો બનાવ બન્યો છે. આ ગામડું નર્મદાના કિનારે આવેલું છે. નર્મદામાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે અને આપણે વિકસિત ગુજરાતમાં સમાનતાની વાત કરીએ છીએ.

હાઇકોર્ટે રજીસ્ટ્રાર જ્યુડિશિયલને આ બાબતને સુઓ મોટો પિટિશન તરીકે લેવા આદેશ આપ્યો હતો. ગુજરાતના ચીફ સેક્રેટરી આ બાબતે હાઇકોર્ટને 17 ઓકટોબરે જવાબ આપે. કયા સંજોગોમાં આ દુ:ખદ ઘટના બની તેનો રિપોર્ટ ચીફ સેક્રેટરી ચીફ જજની કોર્ટમાં મૂકશે. કોર્ટના આ હુકમની કોપી એડવોકેટ જનરલને પણ મોકલી આપવામાં આવે. સાથે જ ગુજરાત લીગલ સર્વિસ ઓથોરિટીના મેમ્બર સેક્રેટરી દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વીસ ઓથોરિટીનો સંપર્ક સાધીને આ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત લઈને તેમની તકલીફ જાણવામાં આવશે. ઉપરાંત ગામડામાં વસતા અન્ય લોકોની પણ તકલીફો જાણવામાં આવશે. તે પણ જોવામાં આવશે કે, ગામડામાં કેવી સુવિધાઓ છે.

Tags :
guajrat roadgujaratgujarat high courtgujarat news
Advertisement
Next Article
Advertisement